Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

ખંભાળિયાનો શખ્‍સ વલસાડના દારૂ પ્રકરણમાં ઝડપાયો

(કૌશલ સવજાણી દ્વારા) જામ ખંભાળિયા,તા. ૧૯ : ખંભાળિયા તાલુકામાં રહેતા એક શખ્‍સ સામે વલસાડ જિલ્લાના પારડી પોલીસ સ્‍ટેશનમાં દારૂ અંગેનો ગુનો નોંધાયો હતો. જે પ્રકરણમાં ફરારી જાહેર થયેલા ખંભાળિયા તાલુકાના લીલીયા ગામે રહેતા રમેશ ઉર્ફે રાહુલ ગોપાલભાઇ ધારાણી નામના ૨૭ વર્ષના ગઢવી શખ્‍સને દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસે દબોચી લીધો હતો.

વસલાડ જિલ્લાના પારડી પોલીસ મથકમાં આજથી આશરે એકાદ પૂર્વે નોંધાયેલ ગુનામાં નાસતો ફરતો આરોપી રમેશ ઉર્ફે રાહુલ ગોપાલ ધારાણી ખંભાળિયા વિસ્‍તારમાં આવ્‍યો હોવાની જાણ એલસીબી વિભાગના પેટ્રોલીંગ તથા પ્રદીપસિંહ જાડેજાને મળતા ઉપરોકત શખ્‍સને અત્રે પોરબંદર અને હાઇ-વે પર ગંગા જમના હોટલ પાસેથી ઝડપી લેવામાં આવ્‍યો હતો.

આ સમગ્ર કાર્યવાહી એલસીબીના પી.આઇ કે.કે.ગોહિલની રાહબરી હેઠળ પી.એસઆઇ આઇ.બી.એમ.દેવમુરાી, એસ.એસ.ચૌહાણ, એ.એસ.આઇ સજુભા જાડેજા, અજીતભાઇ બારોટ, કેશુરભાઇ ભાટીયા, અરજણભાઇ મારૂ, વિપુલભાઇ ડાંગર, મસરીભાઇ ભારવાડીયા, ડાડુભાઇ જોગલ, જેસલસિંહ જાડેજા, લાખાભાઇ પિંડારિયા, પ્રદિપસિંહ જાડેજા, કુલદિપસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, ગોવિંદભાઇ કરમુર, મસરીભાઇ, દેવાભાઇ, નરસીભાઇ, ધર્મેન્‍દ્રસિંહ, હસમુખભાઇ, વિશ્વદિપસિંહ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.

(1:43 pm IST)