Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

મોરબીમાં રસી પ્રત્યે રસ વધ્યો: કોવીશીલ્ડ વેક્સિનનું આગમન: પ્રિકોશન ડોઝ લેવા નાગરિકો ઉમટ્યા

વધારે સ્ટ્રોંગ વેરિઅન્ટ બીએફ સેવન સાથે પ્રસરશે તેવા ભયના લીધે અચાનક વેક્સિન સેન્ટર સુધી પહોંચવા લાગ્યા .

મોરબી : લાંબા સમયથી કોરોના વેક્સિન લેવા માટે આરોગ્ય કેન્દ્ર સુધી ન જનારા લોકો હવે કોરોના વકરશે અને વધારે સ્ટ્રોંગ વેરિઅન્ટ બીએફ સેવન સાથે પ્રસરશે તેવા ભયના લીધે અચાનક વેક્સિન સેન્ટર સુધી પહોંચવા લાગ્યા હતા. જોકે મોટા ભાગના આરોગ્ય કેન્દ્રોમાં કોવિશીલ્ડનો સ્ટોક ખાલી થઇ ગયો હોવાથી કેન્દ્રો પર ગયેલા લોકોને ધક્કો થયો હતો. ત્યારે હાલ મોરબીમાં કોવીશીલ્ડનું આગમન થઈ ગયું છે. જેને પગલે મોરબીવાસીઓ આરોગ્ય કેન્દ્ર પર ઉમટ્યા હતા

  આ અંગે  મોરબી જિલ્લા પંચાયતના એપિડેમિક મેડિકલ ઓફિસર દિપક બાવરવાએ વિગતે માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલ કોવેક્સિનના 1220 ડોઝ અને 2000 જેટલા કોવીશીલ્ડના ડોઝ આપવામાં આવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. આ સાથે એવું પણ કહ્યું હતું કે જેમને પણ વેક્સિન લેવાની બાકી હોય તે આરોગ્ય કેન્દ્રની મુલાકાતે આવીને વેક્સિનેશન કરાવી શકે છે. ચીનમાં કોરોના બેકાબુ થઈ રહ્યો છે. જેના પગલે લોકોએ હવે સાવચેતીના પગલા લેવાનું શરૂ કરી દીધું છે.જેને ધ્યાને લઈને મોરબી જિલ્લા તંત્ર દ્વારા તમામ, CHC, PHC ખાતે રસીના ડોઝ પહોંચાડવામાં આવ્યા છે.

(10:31 pm IST)