Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

ઉપલેટા નજીક સિંચાઇ વિભાગનાં કર્મચારીને કારચાલકે હડફેટે લેતા ઇજા

(ભરત દોશી દ્વારા)ઉપલેટા,તા. ૧૯: ઉપલેટાના પાટણવાવ રોડ પર આવેલ ભાદર પુલ પાસે ધોરાજી ભાદર ૨ ડેમના સિંચાઈ વિભાગના કર્મચારી પ્રવિણભાઈ કાંતીભાઈ વાછાણી ઉપલેટા તાલુકાના હાડફોડી ગામે આવેલ ભાદર ૨ ડેમની કેનાલમાં પાણી છોડાતા પાણી યોગ્ય રીતે જઈ રહયુ છે કે કેમ તેની તપાસ કરીને પોતાના મોટરસાયકલ GJ 03 1361 લઈને પરત જઈ રહ્યા હતા તે દરમ્યાન અજાણ્યા કારચાલકે ઠોકર મારી કારચાલક અકસ્માત સર્જી નાસી છુટયો હતો. અકસ્માતમાં ઈજા પામનાર પ્રવીણભાઈ કાંતિભાઈ વાછાણી ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામના રહેવાસી હોવાનુ જાણવા મળેલ તેમજ ભાદર-૨ ડેમના સિંચાઈ વિભાગના કર્મચારી હોવાનુ જાણવા મળ્યુ હતુ ઈજાગ્રસ્તને ઉપલેટાની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવેલ આ અંગે વધુ તપાસ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે.

(11:29 am IST)