Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

રાષ્ટ્રીય સંત સુરક્ષા પરિષદના ગુજરાત પ્રમુખ તરીકે વિક્રમગીરી મહારાજની નિમણૂક

રાષ્ટ્રીય સંત સુરક્ષા પરિષદના ગુજરાત પ્રમુખ તરીકે વિક્રમગીરી મહારાજની નિમણૂક

જસદણ તા.૧૯: રાષ્ટ્રીય સંત સુરક્ષા પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજરાજેશ્વરી ગીરી મહારાજ દ્વારા તાજેતરમાં આ સંસ્થાનાં ગુજરાતના પ્રમુખ પદે જસદણ નજીકના દ્યેલા સોમનાથ મહાદેવના મંદિરના મહંત વિક્રમગીરી મહારાજ ગુરુદેવગીરી મહારાજની નિમણૂક કરવામાં આવી છે. આ સંસ્થા દ્વારા સાધુ, સંતો, મઠ, મંદિર વગેરેની સુરક્ષા અને સલામતીની બાબતે કામગીરી કરવામાં આવે છે. ધર્મ, સંસ્કૃતિ, ગૌરક્ષા ઉપરાંત સરકાર દ્વારા સાધુ-સંતો-મહંતો વગેરેને મળવાપાત્ર વિવિધ લાભો પ્રાપ્ત થાય તે દિશામાં આ સંસ્થા દ્વારા વિવિધ કામગીરી કરવામાં આવે છે. દ્યેલા સોમનાથ મંદિરના મહંત પૂજય વિક્રમગીરી મહારાજની આ સંસ્થાના ગુજરાતના અધ્યક્ષ તરીકે નિમણૂક થતાં તેમની નિમણૂકને ત્રીપાખ સાધુ સમાજ, સમસ્ત દશનામ ગોસ્વામી સાધુ સમાજ, મહંતશ્રી ભકિતગીરી માતાજી દામનગર, મહંત શ્રી મહાદેવ ગીરીબાપુ જૂનાગઢ, મહંતશ્રી લક્ષ્મણગીરીબાપુ લાલકા, મહામંડલેશ્વર શ્રદ્ઘાનંદગીરીબાપુ ધોરાજી, પ્રેમગીરીબાપુ રાજકોટ, ઓતમગીરી બાપુ શિવશકિત જસદણ સહિતના વિવિધ સાધુ સંતો મહંતો તેમજ ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ ડો.ભરતભાઇ બોદ્યરા, કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, જસદણ રાજવી પરિવારના સત્યજીતકુમાર ખાચર, અગ્રણીઓ અશોકભાઈ મહેતા, ધીરૂભાઇ ભાયાણી, જગદીશભાઈ આચાર્ય, જસદણ ભાજપ પ્રમુખ અનિલભાઈ મકાણી, નરેશભાઈ દરેડ, ભાજપ મહામંત્રી બીબીસી છાયાણી, જસદણ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અશોકભાઇ ધાધલ સહિતના વિવિધ આગેવાનોએ આ નિમણૂકને આવકારી છે.

(11:36 am IST)