Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

ધૂળકોટ ગામે બીમારીથી કંટાળીને યુવતીનો ઝેરી દવા પી આપઘાત

મોરબી તા. ૧૯ : ધૂળકોટ ગામે રેહતી તોરલબેન અરવિંદભાઈ કુબાવત ઉ.વ.૨૨ યુવતીએ બીમાર હોય જેનાથી કંટાળીને ઝેરી દવા પિ લેતા તેનું મોત નીપજયું હતું જેને પી.એમ.માટે મોરબી સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી. આ અંગેની વધુ તપાસ તાલુકા પોલીસ કોન્સ્ટેબલ એ.એમ.ઝાપડિયા ચલાવી રહ્યા છે.

જેતપર રોડે ટ્રકએ હડફેટે લેતા બાઇક ચાલક ગંભીર

મોરબીના જેતપર રોડ પર ટ્રક ચાલકે ત્યાંથી બાઈક લઈને જતા યુવાનને હડફેટે લીધો તેને ગંભીર ઈજા થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

પ્રકાશભાઈ વિજયભાઈ સૈનીએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે તે બપોરના સમયે પોતનું બાઈક લઈને જેતપર રોડ પર રંગપર પાસેથી પસાર થઇ રહ્યા હતો ત્યારે ટ્રક નંબર જી.જે.૧૨ બી.એકસ ૬૧૦૧ ના ચાલકે બેફીકરાયથી ટ્રક ચલાવી અચાનક ટન મારતા ફરિયાદીને હડફેટે લેતા તેને પગમાં ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયો હતો અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક લઈને નાસી ગયો હતો પોલીસે નાસી જનાર ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોધી વધુ તપાસ આર.બી.વ્યાસ ચલાવી રહ્યા છે.

ટંકારાના નેસડા(ખા) ગામે દરોડો : સાત પત્તાપ્રેમી ઝડપાયા

નવલખી બાયપાસ રોડ પર આવેલ અંજલી એપાર્ટમેન્ટમાં રહેતા અને મૂળ ટંકારા તાલુકાના પંકજભાઈ વાલજીભાઈ ભાડજા નેસડા(ખા) ગામે આવેલ મમતા પ્રોવિઝન સ્ટોર પાછળ આવેલ પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગારધામ ચલાવતો હોવાની બાતમીના આધારે એલસીબી ટીમે દરોડો પાડી ત્યાંથી જુગાર રમી રમાડતા પંકજભાઈ વાલજીભાઈ ભાડજા, ભુદરભાઈ પરસોતમભાઈ ભીમાણી, ઈબ્રાહીમ ગુલામભાઈ ચૌહાણ, રમેશભાઈ દેવકરણભાઈ ગોપાણી, વસંતભાઈ મગનભાઈ ધોડાસરા, પ્રાણજીવનભાઈ કુબેરભાઈ ભાડજા અને પ્રેમજીભાઈ નાથાભાઈ ભાડજાને એલસીબી ટીમે રોકડ રકમ રૂ.૧,૦૪,૫૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:54 pm IST)