Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

વાદળા-ઝાકળ-પવન ગાયબ, માત્ર નજીવી ઠંડક

લઘુતમ અને મહતમ તાપમાનનો પારો ઉંચે ચડતા ગરમી

રાજકોટ તા. ૧૯ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે-ધીમે ઠંડકમાં ઘટાડો થતો જાય છે. અને માત્ર મોડી રાત્રીના તથા વહેલી સવારે નજીવી ઠંડકનો અનુભવ થઇ રહ્યો છે.

જો કે આજે વાદળા-ઝાકળ અને ગરમીની અસર વધી રહી છે. ગુજરાત રાજયના અનેક શહેરોમાં મહતમ તાપમાનનો પારો ૩૪ ડીગ્રીએ પહોચી જતા ગરમીની અસર વધવા લાગી છે.

જુનાગઢ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢઃ આજે સવારથી જુનાગઢ સહિત સોરઠમાં ગરમીએ આક્રમણ શરૂ કર્યુ છે.

ગત આખી રાત્રી તોફાની પવન ફુંકાયા બાદ આજે સવારે જુનાગઢનું લઘુતમ તાપમાન ૧૮.૧ ડિગ્રી નોંધાતા સવારથી સુર્યદેવતા કોપાયમાન થયા છે.

વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૯ ટકા રહેતા વહેલી સવારે ઠંડક અુનભવાઇ હતી સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ પાંચ ડિગ્રી રહી હતી.

જામનગર

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગરઃ શહેરનું લઘુતમ તાપમાન ૩ર ડિગ્રી, મહતમ ૧૯ ડિગ્રી ભેજ ૬૩ ટકા અને પવનની ઝડપ ૬.૬ કિ.મી. પ્રતિ કલાક રહી હતી.

(12:56 pm IST)