Gujarati News

Gujarati News

News of Sunday, 19th March 2023

ગોંડલના દેરડી(કુંભાજી) ગામે શોટસર્કિટના કારણે ઘઉંના પાકમાં આગ:ઉભો પાક બળીને ખાખ: ખેડુત હતપ્રત

પીજીવીસીએલના પાપે ખેડૂતનો તૈયાર પાક બળીને ખાખ થઈ જતા ખેડૂત દ્વારા સરકાર અથવા પીજીવીસીએલ દ્વારા પાકની નુકસાની અંગે વળતર આપવામાં આવે તેવી માંગ

ગોંડલ : રાજ્યના અનેક તાલુકાઓમાં પડેલા કમૌસમી વરસાદને લઈને ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.આભમાંથી વરસેલ માવઠાની આફતને લઈને ઘણા ખેડૂતોનો તૈયાર પાક નાશ થવાની સાથે આખા વર્ષની કમાણી ગુમાવવાનો વારો આવ્યો છે.જ્યારે ગોંડલના દેરડી(કુંભાજી) ગામે એક અનોખો કિસ્સો સામે આવ્યો છે.દેરડી(કુંભાજી) ગામે માવઠું તો ન આવ્યુ પરંતુ ભારે ફૂંકાયેલ પવનને લઈને શોટસર્કિટના કારણે ઘઉંના પાકમાં આગ ભભૂકી ઉઠવા પામી હતી.અને ખેડૂતે વાવેલ મોટા ભાગનો ઘઉંનો ઉભો પાક બનીને ખાખ થઈ જવા પામ્યો હતો.

દેરડી(કુંભાજી) ગામે ઠાકરશીભાઈ કરશનભાઈ નરોડીયાએ શાંખે જમીન રાખીને પોતાની ખાધા ખોરાકી માટે ઘઉંનુ વાવેતર કર્યુ હતું.માવઠાના ડરે ખેડૂતે પાક ઉપર આવેલ ઘઉંની લણણી કરી ન હતી.પરંતુ દેરડી (કુંભાજી) ગામે આવેલા હવામાનમાં પલ્ટો આવતા ફૂંકાયેલ ભારે પવન સાથે ખેતરમાંથી પસાર થતી વિજલાઈનમા શોટસર્કિટ થતા ખેડૂતના ઘઉંના પાકમાં આગ ભભૂકી ઉઠવા પામી હતી.શોટસર્કિટને કારણે લાગેલ આગમાં જોતજોતામાં ખેડૂતનો ઘઉંનો મોટા ભાગનો તૈયાર પાક બળીને ખાખ થઈ જવા પામ્યો હતો.આ સાથે જ ખેડૂતને બાર મહિનાની ખાધા ખોરાકી ગુમાવવાનો વારો આવ્યો હતો.પીજીવીસીએલના પાપે ખેડૂતનો તૈયાર પાક બળીને ખાખ થઈ જતા ખેડૂત દ્વારા સરકાર અથવા પીજીવીસીએલ દ્વારા પાકની નુકસાની અંગે વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.

   
(8:18 pm IST)