Gujarati News

Gujarati News

News of Sunday, 19th March 2023

અમરેલી જિલ્લામાં મોટાભાગના વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ

બાબરા અને ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ: લુણકી, હાથીગઢ, ઇંગોરાળા,પીર, ખીજડિયા, ભિલા, ચમારડી, વલારડી સહિતના ગામડામાં વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા: અનેક સીમમાં વરસાદી પાણી ભરાતા ખેડૂતોને પાકને નુકસાનની ભીતિ

અમરેલી : રાજ્યના મોટા ભાગના જિલ્લામાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. જેમાં અમરેલી જિલ્લામાં પણ મોટાભાગના વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે.

  અમરેલીના બાબરા અને ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. જેમાં શહેર તેમજ ગ્રામ્યનાં લુણકી, હાથીગઢ, ઇંગોરાળા,પીર, ખીજડિયા, ભિલા, ચમારડી, વલારડી સહિતના ગામડામાં વરસાદ પડ્યો છે. તેમજ રસ્તા પર પાણી વહેતા થયા છે. તેમજ અનેક સીમમાં વરસાદી પાણી ભરાયા છે. જેના લીધે ખેડૂતોને પાકને નુકસાનની ભીતિ છે.

   
(11:33 pm IST)