Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2024

પડધરીના સરપદડ ગામની જમીન સંદર્ભે વચગાળાના મનાઇ હુકમની અરજી રદ

રાજકોટ, તા. ૧૯ : પડધરીની સરપદડ ગામે આવેલ જમીન સદભેં કરવામા આવેલ કરાર પાલન અને કાયમી મનાઈ હુકમના દાવામા વચગાળાનો મનાઈહુકમની અરજીને  પડધરી અદાલત રદ કરી હતી.

આ દાવાની વિગત એવી છે કે, આ કામના વાદી રમેશભાઈ છગનલાલ ગોડાએ પતીવાદી હીમ્‍મતભાઈ દાનાભાઈ મુછડીયા વિરૂળધ્‍ધ પડધરી સીવીલ કોર્ટમા વિશિષ્ટ કરાર પાલન તથા કાયમી મનાઈહુકમ મેળવવા માટે દાવો દાખલ કરેલ હતો. દાવાની વિગત એવી હતી કે, આ કામના પ્રતિવાદીએ તેઓની જમીન પડધરી તાલુકાના સરપદડના ખાતા ન. ૧૪૨૪, રે.સ.ન. ૧૮૦૪ (જુના સ.ન. ૮૨૬ પૈ. ૧૪ પે. ર) વાળી જમીન હે.આરે. ૦-૮૨-૮૩ ચો.મી.ની જમીન રૂ&. ૩ લાખમા વાદીને વેચાણ કરેલ અને તે માટે પડધરી સબરજીસ્‍ટ્રારમા રજીસ્‍ટ્રાર કચેરીમા સાટાખત અનુ.ન. ૯૮૯ થી તા.૨૭/૭/૧૭ ના રોજ કરવામા આવેલ હતુ. ત્‍યાર બાદ પ્રતીવાદીએ બાકીની અવેજની રકમ ન લઈ દસ્‍તાવેજ ન કરતા વાદીએ પડધરી નામદાર સીવીલ કોર્ટમા સાટાખતનુ પાલન કરવા એટલે કે વિશિષ્ટ કરાર પાલન અને કાયમી મનાઈ હુકમ મેળવવા દાવો કરેલ હતો.

 સદરહુ જમીન પ્રતીવાદી કોઈ પણ ને કોઈ પણ પ્રકારે ટ્રાાન્‍સફર બક્ષીસ કે વેચાણ કરે કે ગીરો કે બોજો ન કરે કે કરાવે નહી અને તેનો ઉપયોગ અને ઉપભોગ કરતા વાદીને અટકાવે નહી તેઓ કાયમી મનાઈ હુકમ મળે તેવી દાદો માગેલ હતી સાથે દાવો ચાલતા સધી કામચલાઉ મનાઈ હુકમ માગેલ હતો જેમા પણ વાદીએ સદરહુ જમીન કોઈ પણ ને કોઈ પણ પ્રકારે ટ્રાન્‍સફર ગીરો, બક્ષીસ બોજો એસાઈન વેચાણ કરે કે કરાવે નહી તેવા દાવાના આખરી નિકાલ સધી કામચલાઉ મનાઈ હુકમ માગેલ હતો.  વાદી અને પતીવાદી તરફે તેઓના એડવોકેટ મારફત વિગતવાર દલીલો થયેલ હતી. જેમા પતીવાદી તરફે કરવામા આવેલ દલીલો તથા રજુ રાખવામા આવેલ દસ્‍તાવેજો તથા  હાઈકોર્ટ તથા સુ.કો.ના ચુકાદા ધ્‍યાને લઈ પડધરીના સીવીલ જજ (આર.આર.વારીયા) એ વાદીની કામચલાઉ મનાઈહુકમની અરજી રદ યાને નામજુર કરવાનો હુકમ કરેલ હતો.

આ કામના પ્રતીવાદી વિનોદભાઈ દાનાભાઈ મુછડીયા તરફે રાજકોટના એડવોકેટ જીતેન્‍દ્રસિંહ વી. પરમાર, કીશનભાઈ વાલવા, રાજેન્‍દ્રસિંહ પરમાર, ચીરાગભાઈ મેતા, વિજયભાઈ જોષી, ઈકબાલભાઈ થઈમ તથા એસ.એમ.ડાભી રોકાયેલ હતા

(1:45 pm IST)