Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2024

કલ્‍યાણપુર નજીક બાઇક આડે કૂતરૂં ઉતરતા અકસ્‍માત : દલવાડી દંપતી ખંડિત

જામખંભાળિયા તા. ૧૯ : જુવાનપુર ગામે રહેતા કરસનભાઈ ચકુભાઈ કછેટીયા નામના ૫૨ વર્ષના દલવાડી આધેડ તેમના પત્‍ની કાંતાબેન (ઉ.વ. ૪૨) ને સાથે લઈને ગત તારીખ ૧૪ મીના રોજ ભાટીયાથી ક્રિષ્‍નાનગર ગામે જવા માટે તેમના જી.જે, ૩૭ એચ. ૭૯૪૦ નંબરના મોટરસાયકલ પર નીકળ્‍યા હતા.

ત્‍યારે ભાટીયાના રેલવે ફાટક નજીક પહોંચતા તેમના મોટરસાયકલ આડે એકાએક કુતરૂં ઉતરતા કરસનભાઈએ મોટરસાયકલને તાકીદની બ્રેક મારી હતી. જેના કારણે પાછળ બેઠેલા તેમના પત્‍ની કાંતાબેન બાઈક પરથી નીચે પટકાઈ પડયા હતા, જેથી તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા. જયાં તેમનું મૃત્‍યુ નીપજયું હતું. આ બનાવની જાણ કરસનભાઈ ચકુભાઈ કછેટીયાએ કલ્‍યાણપુર પોલીસને કરી છે.

રાજપરાના આધેડે ઝેરી દવા પીતા મૃત્‍યુ

કલ્‍યાણપુર તાલુકાના રાજપરા ગામે રહેતા બાલુભાઈ રામાભાઈ કેશવાલા નામના ૫૩ વર્ષના આધેડે ગત તારીખ ૧૬ મીના રોજ ચપર ગામે આવેલા એક મંદિર પાસે કોઈ અગમ્‍ય કારણોસર ઝેરી દવા પી લેતા તેમને સારવાર અર્થે હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા. જયાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્‍યુ પામેલા જાહેર કર્યા હતા. આ અંગેની જાણ મૃતકના પુત્ર સંજયભાઈ બાલુભાઈ કેશવાલાએ સ્‍થાનીક પોલીસને કરી છે.(

(1:43 pm IST)