Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2024

જામનગરમાં કામ ધંધે જવાનું કહેતા પિતાને મારી નાખવાની ધમકી આપતો પુત્ર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૯ : અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કંચનબેન કાનજીભાઈ મોહનભાઈ ખીમસુરીયા, ઉ.વ.૪૧, રે. ભીમવાસ શેરી નં.૩, ફોરેસ્‍ટ ગેઈટની સામેવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, મોટો દિકરો આરોપી વિવેક એ ફરીયાદી પાસે રૂપિયા માંગતા પતિ કાનજીભાઈએ આરોપી વિવેકને કામ-ધંધો કરવા માટે સમજાવતા આરોપી વિવેક એકદમ ઉશ્‍કેરાઈ જઈ ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.

નવીવાસમાં દારૂની ૩ બોટલ ઝડપાઈ

અહીં સીટી એ ડિવીજન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. વિક્રમસિંહ ભરતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, રણજીત રોડ, નવીવાસના ખુણા ઉપર આરોપી રાકેશ વસાએ દારૂની બોટલ નંગ-૩, કિંમત રૂ.૧૭૦૦/- મુદામાલ વેચાણ અર્થે રાખેલ ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી રાકેશ વસા ફરાર થઈ ગયેલ છે.

ગુલાબનગરમાં દારૂની ૪ બોટલ સાથે ઝડપાયો

અહીં સીટી બી ડિવીજન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. જયદીપસિંહ અમરસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, ગુલાબનગર, અખાડા ચોક પાસે આરોપી મુન્‍નાભાઈ લાખાભાઈ પીપળીયાએ દારૂની બોટલ નંગ-૪, કિંમત રૂ.ર,૦૦૦/- તથા એક એન્‍ડ્રોઈડ મોબાઈલ ફોન કિંમત રૂ.ર૦૦૦/- મળી કુલ રૂ.૪,૦૦૦/- ના મુદામાલ સાથે રેઈડ દરમ્‍યાન ઝડપાઈ ગયેલ છે.

સિઘ્‍ધાર્થ કોલોનીમાં દારૂની ૧૮ બોટલ સાથે ઝડપાયો

અહીં સીટી સી ડિવીજન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. હર્ષદભાઈ દલપતભાઈ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, સિઘ્‍ધાર્થ કોલોની શેરી નં.૬ માં આરોપી દિપ અનીલભાઈ સોંદરવા એ ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-૧૮, કિંમત રૂ.૯,૦૦૦/- ના મુદામાલ સાથે રેઈડ દરમ્‍યાન ઝડપાઈ ગયેલ છે.

ધોકા વડે મારમાર્યાની રાવ

 પંચ ભબીભ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં સલીમભાઈ ઈબ્રાહીમભાઈ ખીર, ઉ.વ.૪૩, રે. લાખાબાવળ ગામ, ઈદગ્રા મસ્‍જિદની બાજુમાં એ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી સલીમને આરોપી ચીનો વલીમામદ સમાણી એલાકડાન ધોકા વડે શરીરે ડાબા પગે ગોઠણથી નીચેના ભાગે માર મારતા ફેકચર જેવી ઈજા કરી તેમજ ઢીકાપાટુનો માર મારી ગુનો કરેલ છે.

ઝાડ તોડવા બાબતે બઘડાટી

અહીં સીટી ભસીભ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં સુભદ્રાબેન સંજયભાઈ હરદેવસિંહ કુશવાહ, ઉ.વ.૪૦, રે. બાલાજી પાર્ક-૧, વુલરમીલ પાછળ, બાલજી સોડા શોપની બાજુમાં, નંદની વેરાયટી સેન્‍ટર વાળા એ ફરીયાદ નોંધાવી છે કે,  ફરીયાદી સુભદ્રાબેનના પાડોશીના બગીચામાં આરોપી ગીરીશભાઈ જોષી ઝાડ તોડતા હોય જે બાબતે ફરીયાદી સુભદ્રાબેનએ ના પાડતા આરોપી ગીરીશભાઈએ ફરીયાદી સુભદ્રાબેનને ભુંડી ગાળો બોલી સાહેદ સુંધાશુ આવતા આરોપીઓ ગીરીશભાઈ જોષી, ગીરીશભાઈના પત્‍ની એ ફરીયાદી સુભદ્રાબેન તથા સાહેદને શરીરે થપાટો તથા ઢીકાપાટુનો માર મારી આરોપી ગીરીશભાઈ પાવડો લઈ ફરીયાદી સુભદ્રાબેન તથા સાહેદને મારવા દોડતા ફરીયાદી સુભદ્રાબેન તથા સાહેદ સુંધાશુ ઘરમાં જતા રહેતા આરોપી ગીરીશભાઈ એ ફરીયાદી સુભદ્રાબેન તથા સાહેદ સુંધાશુને આજે તો તમને મારવા છે તેમ ધમકી આપી એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ છે

(1:55 pm IST)