Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2024

કાલે જામનગરમાં માટીના માળા, પક્ષીઓ માટે કુંડાનું વિનામુલ્‍યે વિતરણ

જામનગરઃ પક્ષીપ્રેમી અને ઘાયલ પક્ષીઓની સારવાર કરતા બર્ડસેવર ફિરોઝખાન પઠાણ અને તેમના મિત્ર ગ્રુપ દ્વારા સતત ૧૫ માં વર્ષે પક્ષીઓને પાણી માટેના કુંડા અને ચકલી માટે માટીના કુંડાનું નિઃશુલ્‍ક વિતરણ કરવાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે.

૧૪ વર્ષ પૂર્વે શરૂ કરાયેલ આ સેવા યજ્ઞમાં ૧૫ હજારથી વધુ માળા અને કુંડા અને ચકલી માટે માટીના કુંડા વિતરણ કરવામાં આવેલ છે. તેમજ અનેક પક્ષીઓની સારવાર કરી ફરી કુદરતના ખોળે વિહરતા કરવામાં આવેલ છે. જામનગરના ઉદ્યોગપતિ સુજાતા બ્રાસ કોમ્‍પોનન્‍ટના સુજીતભાઇ નકુમ અને વિજયભાઇ નકુમના સહયોગથી એક હજાર જેટલા માળા અને કુંડા જામનગર ના પક્ષી અને પ્રકૃતિપ્રેમી જનતાને વિનામુલ્‍યે તા.૨૦ માર્ચ વિશ્વ ચકલી દિન ને બુધવારના રોજ સવારે ૯:૩૦ થી ડી.કે.વી. સર્કલ ધનવંતરી ઓડિટોરીયમ ના ગેઇટ પાસે વિતરણ કરવામાં આવશે. આ કાર્યને સફળ બનાવવા પક્ષીપ્રેમી મિત્રો વિશ્વાસ ઠકકર, અંકુર ગોહિલ, આશીષ પાણખાણીયા, જુમા સફીયા, ઉંમરભાઇ ફુલવાળા સહિતના મિત્રો જહેમત ઉઠાવી રહ્યા છે.

(1:48 pm IST)