Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

ધોરાજીમાં ઐતિહાસિક ત્રણ દરવાજા, દરબારગઢનું રીનોવેશન કામગીરી માટે નિરીક્ષણ કર્યાના એક વર્ષ પછી પણ કામગીરી શુન્‍ય.....?

ત્રણ દરવાજાને નગરપાલિકાના કબ્‍જામાંથી હેરિટેજ તરીકે લેવાની વાત પણ કાગળ ઉપર રહી ગઈ.....?

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી તા.૧૯ : ધોરાજી માં રાજાશાહી વખત માં બનેલાં ઐતિહાસિક ત્રણદરવાજા, દરબારગઢ નૂ જીલ્લા કલેક્‍ટર, મ્‍યુનીસીપલ પ્રોદેશીક કમીર રાજકોટ, પુરાતત્‍વ વિભાગ ની ટીમે રીનોવેશન કામગીરી માટે નિરીક્ષણ કરાયૂ હતું જેનો એક વર્ષ જેવો સમય થઈ ગયા પછી પણ કોઈ કાર્યવાહી નહીં થતા લોકોમાં ભારે ચર્ચા વ્‍યાપી ગઈ છે

રાજકોટ જીલ્લા માં આવેલાં ઐતિહાસિક, પ્રોરાણીક,સ્‍થળો ની જાળવણી અને મરામત માટે તંત્ર દ્વારા કાયવાહી શરૂ કરાઈ છે રાજકોટ જીલ્લા કલેક્‍ટર પ્રભવ જોશી,મ્‍યુનીસીપલ પ્રોદેશીક કમીર ધીમંત કૂમાર વ્‍યાસ, પુરાતત્‍વ વિભાગ ની ટીમ,ધોરાજી, મામલતદાર જાડેજા સહિતના અધિકારીઓ ની ટીમે ધોરાજી ખાતે ઐતિહાસિક પ્રોરાણીક ત્રણદરવાજા, દરબારગઢ નૂ આજથી એક વર્ષ પહેલા નિરીક્ષણ કરાયૂ હતૂ

તંત્ર દ્વારા ધોરાજી ના ત્રણ દરવાજા, દરબારગઢ નૂ સમારકામ મરામત કામગીરી કરાવા માટે ની કાયવાહી હાથ ધરાસે તેવી અધિકારીઓએ એક વર્ષ પહેલા જાહેરાત કરી હતી

ધોરાજી ના રાજાશાહી વખતે બનેલાં ત્રણ દરવાજા, દરબારગઢ ને સ્‍વાંતાય સુખાય પ્રોજેક્‍ટ અન્‍વયે મરામત સમારકામ માટે ની તજવીજ હાથ ધરાઈ હતી અને એક વર્ષ પહેલા જિલ્લા કલેકટર અને મ્‍યુનિસિપલ કમિશનર તેમજ પુરાતન વિભાગની ટીમ દ્વારા નિરીક્ષણ કરીને તાત્‍કાલિક કામ શરૂ કરવાની જાહેરાત કરી હતી પરંતુ આજે એક વર્ષ થયું છતાં સામાન્‍ય કામગીરી કાગળ ઉપર પણ થઈ નથી તેવું જાણવા મળી રહ્યું છે

 રાજકોટ જીલ્લા કલેક્‍ટર ઙ્કભવ જોશી,મ્‍યુનીસીપલ પ્રોદેશીક કમીર ધીમંત કૂમાર વ્‍યાસ, પુરાતત્‍વ વિભાગ ની ટીમે રાજકોટ જીલ્લા ના ઐતિહાસિક પ્રોરાણીક સ્‍થળો ની મુલાકાત લઈ ને નિરીક્ષણ કરાયૂ હતૂ .

પરંતુ એક વર્ષ જેવો સમય વીતી ગયો છે છતાં કોઈ કાર્યવાહી થઈ નથી એટલું જ નહીં ધોરાજી નગરપાલિકાના કબજા હેઠળ આવેલ ગોંડલ બાપુનો બનાવેલો ત્રણ દરવાજા આજે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે લોકો જાહેરાતના બોર્ડ લગાવવાનો ઉપયોગ કરી રહ્યા છે બે ત્રણ દરવાજાને રક્ષિત સ્‍મારક તરીકે લેવો જોઈએ તેવી ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડલના પ્રમુખ લલીતભાઈ વોરા અને કિશોરભાઈ રાઠોડ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી પરંતુ આજે એક વર્ષથી પણ વધારે સમય થઈ ગયો છે છતાં પણ કોઈ કાર્યવાહી નહી થતા વેપાર ઉદ્યોગ મહામંડલ દ્વારા ધોરાજીના  ત્રણ દરવાજા ને હેરિટેજ દ્વારા સમાવેશ કરીને તેમની જાળવણી કરવાની માગણી કરી હતી

(11:12 am IST)