Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

જામનગરમાં દારૂ સાથે ઝડપાયો

જામનગર : ઠેબા ચોકડી તરફ આવતા રોડ પરથી એક સિલ્‍વર કલરની સ્‍કોડા કારમાં દેશી દારૂ લીટર-૮૦૦ કી.રૂ- ૧૬,૦૦૦ તથા સ્‍કોડા કારની કિ.રૂ.૫,૦૦,૦૦૦ મળી એમ કુલ મુદ્દામાલ ૫,૧૬,૦૦૦ સાથે  બાલૂભાઈ નાથાભાઈ કોડીયાતર  ઉવ.૨૦ ધંધો.મજુરી રહે.કાટવાણા ગામ રુપામોરાનેશ તા.રાણાવાવ જી.પોરબંદર તથા એક કાયદાથી સંઘર્ષીત કીશોરને પકડી પાડેલ છે. દેશી દારૂ મોકલનારઃ- નારણ બાલાભાઈ કોડીયાતર રહે.ખોડીયારનેશ તા.ભાણવડ  વાળો હતો.

આ કાર્યવાહી ડો.આઇ.પી.એસ અજયકુમાર મીણા  પો.સબ ઇન્‍સ.શ્રી સી.એમ.કોટેલીયા તથા એ.એસ.આઈ. પી.કે.જાડેજા તથા એ.એસ.આઇ. એમ.એલ.જાડેજા તથા પો.કોન્‍સ. સુમીતભાઇ શિયાર તથા પોલાભાઈ ઓડેદરા તથા ભયપાલસિંહ જાડેજા તથા પો.કોન્‍સ.મેહુલભાઇ વીસાણી તથા હરપાલસિંહ જાડેજા દ્વારા કરવામા આવેલ.

(11:19 am IST)