Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

અમરેલીમાં બાઇક અને કાર રેલી યોજાઇઃ બજારો પણ ટૂંકી પડી

ભરત સુતરીયાએ 'વિજય સંકલ્પ રેલી' અને સભા સાથે ઉમેદવારી ફોર્મ રજુકર્યું

અમરેલી,તા. ૧૯ : લોકસભાનાં ભાજપનાં ઉમેદવાર ભરત સુતરીયાએ  પોતાનું ઉમેદવારી પત્રક રજુ કર્યુ.

ફોર્મ ભરતા પહેલા લાઠી રોડ બાયપાસ ખાતે ભવ્ય જંગી સભાનું આયોજન કરાયું હતું. અને ત્યાર બાદ ઐતિહાસીક બાઈક અને કાર રેલી અમરેલી શહેરનાં રાજમાર્ગો ઉપર નિકળી હતી જેમાં અમરેલી શહેરની જનતા દ્વારા પુષ્પાવર્ષા અને ફુલહાર કરીને ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.આ રેલીમાં ૧૪ – અમરેલી લોકસભાનાં નાગરીકો, યુવાનો, કાર્યકર્તાઓ રેલીમાં જોડાઈને સમર્થન આપ્યંુ હતું આ રેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સમાપન બાદ નાગનાથ મંદીરે મહાદેવનાં દર્શન કરીને કલેકટર ઓફીસે મુખ્ય આગેવાનોની ઉપસ્થિતીમાં ભરત સુતરીયાએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

આ પ્રસંગે કેન્દ્રીય કેબિનેટ મંત્રીશ્રી પરશોતમભાઈ રૃપાલા, એનસીયુઆઈ ના ચેરમેન શ્રી દીલીપભાઈ સંઘાણી, સાંસદશ્રી નારણભાઈ કાછડીયા, નાયબ મુખ્ય દંડક શ્રી કૌશીક વેકરીયા, લોકસભા સીટનાં પ્રભારીશ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજા, જિલ્લા સંગઠનનાં પ્રભારી શ્રી ભરતભાઈ બોઘરા, ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા, હીરાભાઈ સોલંકી, જે વી કાકડીયા, જનક તળાવીયા, મહુવાનાં ધારાસભ્યશ્રી શીવાભાઈ ગોહીલ, ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી આર.સી.મકવાણા, પૂર્વ ધારાસભ્યશ્રી વલ્લભભાઈ કાકડીયા, કેશુભાઈ નાકરાણી, બાવકુભાઈ ઉંધાડ, મનસુખભાઈ ભુવા, નલીનભાઈ કોટડીયા, બેચરભાઈ ભાદાણી, અમરીશભાઈ ડેર, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ડો.ભરતભાઈ કાનાબાર, શરદભાઈ લાખાણી, પ્રાગજીભાઈ હીરપરા, હીરેનભાઈ હીરપરા, લોકસભા સીટનાં સહ સંયોજક શ્રી પુનાભાઈ ગજેરા, અમર ડેરીનાં ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, પ્રદેશ યુવા મોરચાનાં ઉપપ્રમુખ મનીષ સંઘાણી, મયુરભાઈ માંજરીયા, ભાવનાબેન ગોંડલીયા, શૈલેષભાઈ પરમાર, સામાજીક આગેવાનો મનુભાઈ કાકડીયા, ધનજીભાઈ જરખીયા, લોકસભા સીટનાં વિસ્તારક શૈલેન્દ્રસિંહ જાડેજા તથા સમગ્ર જિલ્લામાંથી ભાજપનાં આગેવાનો, હોદેદારો, ચુંટાયેલા તમામ સભ્યશ્રીઓ, પાર્ટીનાં શુભેચ્છકો સૌ કોઈ કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં હાજર રહયા હતા

અમરેલીનાં ઈતિહાસમાં કયારેય ન યોજાય હોય તેવી જંગી 'વિજય સંકલ્પ રેલી' દ્વારા ભાજપનાં ઉમેદવાર શ્રી ભરત સુતરીયાએ નગારે ઘા કરી અને જોરદાર શરૃઆત કરી છે. આ રેલીની જોરદાર સફળતાથી કોંગ્રેસીઓનાં હાજા ગગડી ગયા છે.

(11:57 am IST)