Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

જોડિયાના તારણા પાસે ભુપેન્દ્રસિંહ જાડેજાની હત્યા કરનાર તસ્કરોની શોધખોળ

ચોરી કે અન્ય કોઇ કારણ? તે દિશામાં પોલીસ તપાસનો ધમધમાટ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ,તા.૧૯ : જોડીયા તારાણ નજીક આવેલ મોમઈ હોટલ નજીક  એક દિવસ પહેલા મોડી રાત્રે ભુપેન્દ્રસિંહ જાડેજા નામના યુવાને તીક્ષ્ણ હથિયારના વડે હુમલો કરીને હત્યા નિપજાવતા બે અજાણ્યા શખ્સો સામે પોલીસે પ્રાથમિક તપાસમાં ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે દરમ્યાન વધુમાં મળતી માહિતી મુજબ આ ગરાસીયા યુવાન ભુપેન્દ્રસિંહ જાડેજા ઉ.વ. ૪૦ તારાણા ગામે પાનનો ગલ્લાનો વ્યવસાય કરતા હતા અને પાનના ગલ્લા પાછળ પોતાની એક કિલ્લો મીટર દુર ખેતીની જમીન પણ ધરાવે છે ત્યારે પોલીસ બે અજાણ્યા શખ્સોએ સામે ફરીયાદ નોંધીને શંકાના આધારે ખેત મજુરો તરફ તપાસ દોડાવી છે અને આ હત્યા પાછળ ચોરી કરવા ના ઈરાદે હત્યા કરી ની આશંકા માંડીને અન્ય કોઈ કારણ છે કે કેમ ? તેવા અનેક તર્ક વિતર્ક સાથે ચર્ચાએ  જોર પકડયું છે ત્યારે પોલીસ આ દિશામાં પણ તપાસ ચક્રો ગતિમાન કર્યા છે.

 વધુમાં આ હત્યાના બનાવને લઇને પોલીસે મૃતક ભુપેન્દ્રસિંહ જાડેજાના મોટા ભાઈ જગતસિંહ નીમુભા જાડેજાની ફરીયાદ લઈને  નાશી છુટેલા અજાણ્યા શખ્સો  સામે ૩૦૨,૧૪૪, ૧૩૫(૧), મુજબ ગુનો નોંધ આગળની તપાસ હાથ ધરી છે.

  આમ જોડીયામાં થયેલ ગરાસીયા યુવાનની હત્યાનો ભેદ ઉકેલવા માટે  પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી કેમેરા સહિત એકત્રિત કરી આરોપી ને ઝડપી લેવા મથામણ કરી રહ્યા છે.

 મધરાત બાદ શંકાસ્પદ ડબલસવારી બાઈક દુકાન નજીક ઉભુ રહ્યાનું ખૂલ્યું

 બનાવ સ્થળ નજીકના વિસ્તારમાં લગાડાયેલા સીસીટીવી કેમેરામાં મધરાતે લગભગ સાડા બાર વાગ્યાના સુમારે શંકાસ્પદ બાઇક પર ધસી આવેલા બે શકમંદ શખસોએ વાહન દુકાન નજીક ઉભુ રાખ્યાનુ ખુલ્યુ હોવાનુ જાણવા મળ્યુ છે.સંભવત શકમંદ શખસો સામે કોઈ ઝપાઝપી બાદ આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હોવાની પ્રબળ આશંકા

(1:23 pm IST)