Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

ખાંભામાં પિતા પુત્ર ઉપર હૂમલો

એક મહિલા સહિત ચારે મારમારી ધમકી આપ્યાની ફરિયાદ બહેનની દિકરી રીસામણે હોય જે વાતનું મનદુખ રાખી

અમરેલી તા.૧૯ઃ ખાંભા ભગવતી પરામાંકનુભાઈ વેલસીભાઈ વાડદોરીયા (ઉ.વ.૩૮) નાબહેનની દિકરીજાલુબેનના પ્રભાત કેશુભાઈ વાડદોરીયા સાથે લગ્ન કરેલ હોય. અને એકાદ વર્ષથી માવતરે રીસામણે હોય જે વાતનું મનદુખ રાખી કનુભાઈ તથા તેનો દિકરો કિરણ બપોરના અઢી વાગ્યાની આસપાસ ખાંભા ઉના રોડ ઉપર આવેલ ખુલ્લી જગ્યાએ હોય તે દરમ્યાન માતાએ વાત કરેલ કે અરૃણ કેશુભાઈ તથા પ્રભાત કેશુભાઈ વાડદોરીયાએ કનુભાઈનું બળદગાડું તોડી નાખેલ હોય. જે કનુભાઈ તથા કિરણ જોવા જતા કેશુ વેલસીભાઈ, અરૃણ કેશુભાઈ વાડદોરીયા કુહાડી અને લાકડી લઈ આવી માથામાં કુહાડીનો ઘા મારી લાકડી વડે શરીરે મુંઢમાર મારી પ્રભાત કેશુભાઈ, હંસાબેન કેશુભાઈ વાડદોરીયા, લાલજીમાવજીભાઈ વાઘેલાએ આવીને કિરણને પકડી રાખી ગાળો બોલી ચપ્પલ વડે માર મારી મોબાઈલ તોડી નાખી જાર્લુીંને કેમ નથી મોકલતા તેમ કહી ઘમકી આપી એકબીજાએ મદદગારી કર્યાની ખાંભા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

બાબરાના ચરખા ગામ ઘર પાસે પાર્ક કરેલ બાઇક ચોરાયું

ચરખા ગામે સામતભાઇ આહીરના ઘરની બહાર રામુસિંહ શ્રોમન ગોહેલ (ઉ.વ.૨૧) નું હીરો હોન્ડા પેશન જી.જે.૧૪ એન.૪૬૦૫ રૃા.૧,૨૫,૦૦૦ ની કિંમતનું કોઇ ચોરી ગયાની બાબરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવેલ છે.

(12:19 pm IST)