Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

વેરાવળના શ્રમજીવી મહિલાનો રિક્ષામાં ભૂલાઇ ગયેલ કપડાનો થેલો જુનાગઢ પોલીસે શોધ્‍યો

જુનાગઢ, તા. ૧૯ : જુનાગઢ, તા. ૧૯ : રૂ. ૯,૦૦૦ ની કિંમતના સામાનનો થેલો ખોવાતા વિશ્વાસ પ્રોજેક્‍ટ અંતર્ગત ઇન્‍સ્‍ટોલ કરેલ સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની ક્‍લાકમાં શોધી આપેલ હતો.

અરજદાર હંસાબેન જેન્‍તીભાઇ સોલંકી વેરાવળના વતની હોય, હંસાભાઇ તેમના પરિવાર સાથે જૂનાગઢ ખાતે કપડાનો છૂટક વેપારનો ધંધો કરી પોતાનું તથા પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય હંસાબેન રેલ્‍વે સ્‍ટેશનથી બસ સ્‍ટેશન જવા માટે ઓટો રિક્ષામાં બેસેલ. બસ સ્‍ટેશન પાસે ઓટો રિક્ષામાંથી ઉતર્યા બાદ તેમને માલુમ થયેલ કે તેમનો રૂ. ૯,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો ઓટો રિક્ષામાં જ ભુલાઇ ગયેલ હોય, જે થેલામાં રૂ. ૯,૦૦૦/- ની કિંમતની ૩૨ કુર્તી તથા અન્‍ય સામાન હોય હોયર્.ં હંસાબેને તે ઓટો રિક્ષા શોધવાનો પ્રયત્‍ન કરેલ પરંતુ તેમને તે ઓટો રિક્ષા મળેલ નહિ, હવે આગળ શું કરવું ઓટો રિક્ષા કેવી રીતે શોધવી? હંસાબેને પરસેવાની કમાણીથી રોજે રોજનુ કમાઇ અને પોતાના પરીવારનુ ગુજરાન ચલાવતા હોય અને આ થેલો ખોવાતા તેમને ધંધામાં ખૂબ નુકશાન થતું હોય જે બાબતથી તેઓ ખૂબ વ્‍યથીત થઇ ગયેલ હતા.

ંજૂનાગઢ હેડ ક્‍વા. ડી.વાય.એસ.પી. એ.એસ.પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્‍ડ ્રૂ કંટ્રોલ સેન્‍ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્‍સ રૂપલબેન છૈયા, અંજનાબેન ચવાણ, વિજયભાઇ છૈયા, પિયુષભાઇ ટાંક સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી હંસાબેન સોલંકી જે સ્‍થળે ઓટો રિક્ષામાંથી ઉતરેલ તે ઓટો રિક્ષાનો સમગ્ર રૂટ  ઓટો રિક્ષામાં ભુલી ગયેલ હોય તે ઓટો રિક્ષાનો રજી. નં. GJ-22-U-0883 શોધેલ. જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્‍ટાફ દ્વારા ઓટો રિક્ષા ચાલકનો સંપર્ક કરી પૂછપરછ કરતા તે થેલો તેમની પાસે હોવાનું જણાવેલ. જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્‍ટાફ દ્વારા હંસાબેન સોલંકીનું રૂ. ૯,૦૦૦/ની કિંમતના સામાનનો થેલો શોધી રીકવર કરી સહિ સલામત પરત કરેલ.

(1:54 pm IST)