Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

કચ્‍છમાંથી ૪.૭ કરોડ વર્ષ જૂના વિશાળકાય સાપનું કરોડરજ્જુ હાડકાના અવશેષ મળ્‍યા

સમુદ્ર મંથકના વાસુકી નાગના અસ્‍તિત્‍વને વૈજ્ઞાનિકોનું સમર્થનઃ પાંધ્રો લિગ્નાઇટના ઉત્‍ખનનમાં વૈજ્ઞાનિકોને ૨૭ અવશેષોની ભાળ મળી

ભુજ,તા.૨૯: સમુદ્ર મંથનની પૌરાણિક કથામાં મંદરાચલ પર્વત પર વિટરાયેલ વાસુકી નાગના અસ્‍થિત્‍વને વિજ્ઞાનિકો તરફથી નક્કર પૂરાવા એટલે કે સમર્થન મળ્‍યું છે. IIT રુડકીના એક અત્‍યંત મહત્‍વપૂર્ણ સંશોધનમાં ગુજરાત રાજયના કચ્‍છ સ્‍થિત ખાણમાંથી એક વિશાળકાય સાપનું કરોડરજ્જુ અને હાંડકાના અવશેષ મળી આવ્‍યા છે.

આ અવશેષ ૪.૭ કરોડ વર્ષ જૂના છે. જે સાપના હાંડકાના અવશેષ મળી આવ્‍યા છે તેને વૈજ્ઞાનિકોએ વાસુકી ઈન્‍ડિકસ નામ આપ્‍યું છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ અવશેષ ધરતી પર અસ્‍થિત્‍વ ધરાવતા વિશાળ કદના સાપના હોઈ શકે છે. કચ્‍છ સ્‍થિત પાંધ્રો લિગ્નાઈટના ઉત્‍ખનનમાં વૈજ્ઞાનિકોએ ૨૭ જેટલા અવશેષોની ભાળ મેળવી છે,જે સાપના કરોડરજ્જાની વર્ટીબ્રાનો ભાગ છે.

આ પૈકી કેટલીક એવી સ્‍થિતિ છે કે જેમા જીવિત અવસ્‍થામાં સાપ વિચરણ કરતા હશે, વિજ્ઞાનિકોનું માનવું છે કે જો આજના સમયમાં વાસુકીનું અસ્‍તિત્‍વ હોય તો તે આજના વિશાળ અજગરની માફક દેખાય છે અને તે ઝેરીલા હોતા નથી. ખાણકામ સમયે કચ્‍છના પાંધ્રો વિસ્‍તારમાંથી આ સાપના અવશેષો મળી આવ્‍યા છે. આ માહિતી સાયન્‍ટીફિક રિપોર્ટ્‍સ જર્નલમાં પ્રકાશિત થયેલ છે.

સંશોધનના મુખ્‍ય લેખક અને ત્‍ત્‍વ્‍ રૂરકીના સંશોધક દેબાજીત દત્તાએ કહ્યું કે કદને જોઈને કહી શકાય કે વાસુકી ધીમી ગતિએ ચાલતો સાપ હતો, જે એનાકોન્‍ડા અને અજગરની જેમ પોતાના શિકારને પકડીને મારી નાખતો હતો.

જયારે પૃથ્‍વીનું તાપમાન આજના કરતાં ઘણું વધારે હતું ત્‍યારે આ સાપ દરિયાકાંઠાના વિસ્‍તારોની આસપાસની ભેજવાળી જમીનમાં રહેતો હતો. આ સાપ સેનોઝોઇક યુગમાં રહેતો હતો, જે ૬૫ મિલિયન વર્ષો પહેલા ડાયનાસોરના લુપ્ત થયા પછી શરૂ થયો હતો.

વાસુકી નાગની કરોડરજ્જુનો સૌથી મોટો ભાગ સાડા ચાર ઈંચ લાંબો હોવાનું જાણવા મળ્‍યું છે અને વૈજ્ઞાનિકોના મતે વિશાળકાય સાપના શરીરના નળાકાર આકારની ગોળાકારતા લગભગ ૧૭ ઈંચ જેટલી હશે.

આ શોધમાં સાપનું માથું મળ્‍યું નથી. દત્તા કહે છે કે વાસુકી એક વિશાળ પ્રાણી હોવો જોઈએ, જેણે પોતાનું માથું કોઈ ઊંચી જગ્‍યા પર આરામ કર્યા પછી, બાકીના શરીરને તેની આસપાસ લપેટી લીધું હશે. પછી તે ભેજવાળી જમીનમાં અવિરત ટ્રેનની જેમ આગળ વધી રહી હશે. તે મને જંગલ બુકના વિશાળ સર્પ શ્નઙ્ગક્રઙ્ખદ્ગક યાદ અપાવે છે.

વાસુકીનો આહાર શું હતો તે અંગે વૈજ્ઞાનિકોને ખાતરી નથી, પરંતુ તેના કદને ધ્‍યાનમાં લેતા એવું માનવામાં આવે છે કે તે મગર અને કાચબા સિવાય વ્‍હેલની બે આદિમ પ્રજાતિઓ ખાતો હોવો જોઈએ.

વાસુકી મેડાસોઇડ સાપના વંશનો સભ્‍ય હતો, જે લગભગ ૯૦ મિલિયન વર્ષો પહેલા જીવતો હતો અને લગભગ ૧૨,૦૦૦ વર્ષ પહેલા લુપ્ત થઈ ગયો હતો. સાપની આ પ્રજાતિ ભારતમાંથી ઉદ્વવી અને દક્ષિણ યુરેશિયા અને ઉત્તર આફ્રિકામાં ફેલાયેલી છે.

(4:10 pm IST)