Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

વિસવદરમાં વાવાઝોડાએ વિનાશ વેર્યો :24 કલાક અંધારપટ્ટ :બસ સ્ટેન્ડના પંખાઓ તૂટ્યા: હોર્ડિંગ ઉડ્યા: વૃક્ષો ધરાશયી

વિસાવદર : ગતરાત્રે દીવ અને મહુવાના દરિયા કિનારે ટકરાયેલા વાવાઝોડા તાઉ-તે એ ગુજરાતમાં ભારે વિનાશ વેરયો છે. તોતિંગ અને અડીખમ ઉભેલા વૃક્ષો ધારસાઈ થયા છે. દરિયા કિનારે લાન્ગારેલી બોટ પણ ફ્દારીયામાં તણાઈ ગઈ છે , શહેરી વિસ્તારમાં પણ  વાવાઝોડાએ મોટો વિનાશ વેર્યો છે. જુનાગઢ જીલ્લાના વિસવદર ખાતે પણ વાવાઝોડાએ વિનાશ વેર્યો છે. વીજ પુરવઠો છેલા 24 કલાક થી ખોરવાયો છે  વિસાવદર માં વાવાઝોડા ના કારણે બસ સ્ટેન્ડ ના પંખાઓ તૂટ્યા છે વાવાઝોડા ના કારણે બસ સ્ટેન્ડ ના હોર્ડિંગ તૂટ્યા છે અને વરસાદ ના કારણે માંડવણી નદી ના પાણી વહેતા  થયા છે શહેરમાં મોટા તોતિંગ વૃક્ષો ધરાસાઈ  થયા છે

 

(12:39 am IST)
  • તૌકતે તોફાનની અસરને કારણે દિલ્હી-એનસીઆરનું હવામાન નવા રેકોર્ડ સ્થાપિત કરી રહ્યું છે. બુધવારે દિવસભર ચાલતા અવિરત વરસાદને કારણે છેલ્લા 70 વર્ષોમાં મહત્તમ તાપમાન આજે 23.8 ડિગ્રી નોંધાયું હતું. અગાઉ આ રેકોર્ડ વર્ષ 1951 માં તૂટ્યો હતો. આજે દિવસભર દિલ્હી-એનસીઆરમાં રિમઝીમ વરસાદ ચાલુ રહ્યો હતો. આજે સાંજનાં 5:30 સુધીમાં 31.3 મીમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાક સુધી પણ વરસાદ ચાલુ રહી શકે છે access_time 12:03 am IST

  • રાજકોટ બસ પોર્ટ સહિત ડિવિઝનના ૯ ડેપોની બસ સેવા શરૂ access_time 12:30 pm IST

  • કોવિડ હોમ ટેસ્ટ કીટને ICMR દ્વારા મંજૂરી અપાઈ : COVID-19 માટે હોમ ટેસ્ટીંગ કીટને મંજૂરી મળી છે. ટોચની તબીબી સંસ્થા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે, ICMR એ, તેનો ઉપયોગ કોણ કરી શકે તેની સલાહ ગાઈડલાઈન જારી કરેલ છે જે ટૂંક સમયમાં જાણવા મળશે. access_time 11:39 pm IST