Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

મેંદરડાનાં યુવાનને હનીટ્રેપમાં ફસાવી વિડીયો ઉતારી રૂા.૩૦ લાખ માંગ્‍યા

દાદર ગામના ચાર પરિવારજનો સામે ફરિયાદ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૯ :  મેંદરડાના એક યુવાનને દાદાર ગામના ચાર પરિવારજનોએ હનીટ્રેપમાં ફસાવી વિડીયો ઉતારી અને રૂા.૩૦ લાખની માંગણી કરી માર મારતા ચકચાર મચી ગઇ હતી.

મેંદરડાના વડલી ચોક પાસે આવેલ આંબાવાડી પ્‍લોટ વિસ્‍તારમાં રહેતા દિપકભાઇ કાળુભાઇ ખુંટ નામના યુવાનને ગત તા.૧૭ના રોજ રાત્રીના વિસાવદર તાલુકાના દાદર ગામની સંજના સચીન નામની પરિણીતાએ ફોન કરી મળવા માટે પોતાના ઘરે બોલાવેલ.

આથી દિપક ખુટ મહિલાને મળવા માટે તેના ઘરે પહોંચતા સંજના તેમજ તેનો પતિ સચીન તથા તેણીના સસરા ગોવિંદભાઇ અને સાસુએ દીપકભાઇને પુરી દીધો હતો.

બાદમાં વિડીયો ઉતારી રૂા.૩૦ લાખની માંગણી કરી હતી. જો રૂપીયા નહી આપે તો વિડીયો વાયરલ કરી દેવાની અને બળાત્‍કારના ગુનામાં ફીટ કરી દેવાની ધમકી આપી હતી.

તેમજ દિપકભાઇને લાકડાનાં ધોકા વડે માર મારી રકઝકનાં અંતે રૂા.૧૦ લાખ આપવાનું નકકી થયુ હતુ. આ પ્રકારની હનીટ્રેપની ફરિયાદ દીપક ખુંટે  બુધવારે કરતા વિસાવદરના પી.એસ.આઇ. એસ. આઇ. સુમરાએ તપાસ હાથ ધરી છે.

(2:26 pm IST)