Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

મોરબી જિલ્લામાં મદદનીશ સરકારી વકીલ-એડી. પબ્લીક પ્રોસીક્યુટરની ૬ જગ્યા ભરાશે

યોગ્ય લાયકાત ધરાવતા કાયદાના સ્નાતક ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં અરજીઓ મંગાવાઈ

 મોરબી જિલ્લામાં મદદનીશ સરકારી વકીલ અને એડી. પબ્લીક પ્રોસીક્યુટરની ૬ (છ) જગ્યા માટે નિમણૂંક કરવા સરકારએ પેનલ મંગાવી હોવાથી યોગ્ય લાયકાત ધરાવતા કાયદાના સ્નાતક ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં અરજીઓ મંગાવવામાં આવી છે.
  આ જગ્યા માટે ગુજરાત હાઈકોર્ટ અથવા જિલ્લા કોર્ટમાં એડવોકેટ તરીકે ઓછામાં ઓછા ૭ (સાત) વર્ષથી સક્રીય હોય, તે ૫૫ (પંચાવન) વર્ષથી વધુ ઉંમરના ન હોઈ અને પોતાની નિમણૂંક ઓછામાં ઓછા ૩(ત્રણ) વર્ષ પૂર્વેની મુદ્દત માટે આવક વેરા કરદાતા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે.
  આ ઉપરાંત ઉમેદવારી નોંધવવા ઈચ્છતા હોય તે ઉમેદવારોએ જિલ્લા કલેક્ટર કચેરીએથી કચેરી સમય દરમિયાન અરજી ફોર્મ તથા ડેકલેરેશન ફોર્મ (વિના મુલ્યે) મેળવી, નિયત નમૂનામાં પોતાની અરજી સાથે જન્મ તારીખ, અનુભવ શૈક્ષણિત લાયકાતના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ તથા છેલ્લા ૩ (ત્રણ) વર્ષના આવક વેરાના રીટર્ન તથા ડેક્લેરેશન સામેલ રાખી આ કચેરીએ તા.૦૫/૦૭/૨૦૨૧ સુધીમાં રજી. પો.એડી. થી “જિલ્લા મેજીસ્ટ્રેટ, મોરબી, જિલ્લા સેવાસદન પહેલો માળ, જિલ્લો મોરબી” ને મોકલી આપવાની રહેશે.

(10:14 pm IST)