Gujarati News

Gujarati News

News of Wednesday, 19th August 2020

નવાગામની સગીરાને ભગાડી જનાર ભાણવડના ગુંદા ગામનો આરોપી એક વર્ષે ઉનામાંથી ઝડપાયો

ખંભાળીયા તા. ૧૯ :.. તાજેતરમાં ગુજરાત રાજયના ડી. જી. પી. શ્રી દ્વારા ગુમ થયેલ બાળકો અને સગીર વયની યુવતીઓને શોધી કાઢવા ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવેલ જે અન્વયે રાજકોટ રેન્જ ડી. આઇ. જી. પી. સંદિપ સિંહના માર્ગદર્શન તથા દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસ અધિક્ષક સુનીલ જોષીની સુચના મુજબ પોલીસ ઇન્સ. જે. એમ. ચાવડા, એન્ટી હયુમન ટ્રાફીકીંગ સ્કોડ (એલ. સી. બી.) ની ટીમ દ્વારા ભાણવડ પો. સ્ટે. ફ. ગુ. ર. નં. ૩૪/ર૦૧૯ ઇ. પી. કો. કલમ ૩૬૩, ૩૬૬ મુજબના અનડીટેકટ ગુનો હકિકત આધારે શોધી કાઢેલ.

આ બનાવની હકિકત એવી છે કે, ભાણવડ પો. સ્ટે. ફ. ગુ. ર. નં. ૩૪/ર૦૧૯ ઇ. પી. કો. કલમ ૩૬૩, ૩૬૬ મુજબનો ગુનો ગઇ તા. ૧૪-૯-ર૦૧૯ ના રોજ ફરીયાદી પાલાભાઇ સોમાભાઇ કટારીયા ઉ.પ૧ રહે. નવાગામની સગીર વયની દીકરીને ભરતભાઇ અરજણભાઇ ભટી રહે. ગુંદા ગામ તા. ભાણવડ વાળો અપહરણ કરી લઇ ગયેલનો ગુનો દાખલ થયેલ. સદરહું તપાસ પ્રથમ સર્કલ પો. ઇન્સ. દ્વારા કરેલ અને વધુ તપાસ એન્ટી હયુમન ટ્રાફકીંગ સ્કોડને સોંપવામાં આવેલ આ ગુનો શોધવા છેલ્લા છએક માસથી એન્ટી હયુમન ટ્રાફીંગ સ્કોડની ટીમએ અલગ અલગ દિશામાં તપાસ કરતા ગઇ તા. ૧૬-૮-ર૦ર૦ના એએસઆઇ સજુભા જાડેજા, કેશુરભાઇ ભાટીયા, હેડ કોન્સ. ભરતભાઇ ચાવડાનાઓને હકિકત મળેલ કે, આ ભોગ બનનારબેન તથા આરોપી ઉના તાલુકામાં હોવાની હકિકત આધારે ભરતભાઇ ઉ.ર૪ ધંધો કડીયા કામ મળી આવતા તા. ૧૭-૮-ર૦ર૦ના ખંભાળીયા ખાતે લઇ આવી આગળની તપાસ હાથ ધરેલ છે.

આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર જે. એમ. ચાવડા, પોલીસ સબ ઇન્સ. વી. એમ. ઝાલા, એ. એસ. આઇ. અરવિંદભાઇ નકુમ, રામશીભાઇ ભોચીયા, બીપીનભાઇ જોગલ, અજીતભાઇ બારોટ, સજુભા જાડેજા,  કેશુરભાઇ ભાટીયા, દેવસીભાઇ ગોજીયા, વિપુલભાઇ ડાંગર, નરસીભાઇ સોનગરા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા હેડ કોન્સ. મસરીભાઇ આહીર, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, ભરતભાઇ ચાવડા, અરજણભાઇ મારૂ, બલભદ્રસિંહ ગોહીલ, બોઘાભાઇ કેશરીયા, મહેન્દ્રસિંહ જાડેજા, હસમુખભાઇ કટારા પોલીસ કોન્સ. જીતુભાઇ હુણ, વિશ્વદીપસિંહ જાડેજા જોડાયા હતાં.

(11:59 am IST)