Gujarati News

Gujarati News

News of Wednesday, 19th August 2020

ઉના તાલુકાના ધ્રાબાવડ ગામે ખુની હુમલાના કેસમાં પકડાયેલ પાંચ આરોપીઓને ત્રણ વર્ષની સજા

ઉના તા. ૧૯ : ઉના તાલુકા ધ્રાબાવાડ ગામે રર વરસ પહેલા ખેતરના સેઢે પથ્થરનો પાળો હટાવી લેવા બાબતે ૭ આરોપીએ ગે.કા.મંડળીરચી લાકડીવતી માર મારી ગંભીર ઇજા કર્યાના ગુનામાં પાંચ આરોપીઓને ૩ વરસની સખત કેદની સજા ત્થા દરેકને રૂ.૮૦૦૦ દંડની સજા  ગીરગઢડાની જયુડીશ્યલ કોર્ટના જજશ્રી દવેએ કરી હતી.

જાણવા મળતી વિગત મુજબ તા.૮/૬/૧૯૯૬ રોજ ઉના તાલુકાના ધ્રાબાવડ ગામની સીમમાં ઉકાભાઇ રવજીભાઇનું ખેતર ત્થા પટેલ અમુભાઇ માધાનુ ખેતર એક સેઢે આવેલ હોય અમુભાઇ ત્થા ભાઇઓએ પથ્થર નાખી પાળો બનાવેલ હોય તે ઉકાભાઇ રવજીભાઇએ હટાવી લેવાનું કહેતા આરોપીએ  ના પાડી રસ્તો ખુલલો કરવાની ના પાડી (૧) પટેલ અમુભાઇ માધા (ર) પટેલ બાલુભાઇ માધા, (૩) નનુભાઇ માધા (૪)ગોવાળ રણશી અમરાભાઇ (પ) રબારી ઉકાભાઇ રામભાઇ (૬) પટેલ દિનેશ અમુભાઇ (૭) પટેલ મનસુખ ડાયા રે.ધ્રાબાવડ તા. ઉનાવાળાએ એકસંપ  કરી ગે.કા.મંડળી રચી લાકડી વતી હુમલો કરતા ઉકાભાઇ રવજી, કાંતીભાઇ ઉકાભાઇ તથા શાંતાબેન ઉકાભાઇને માથામાં ત્થા શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા લોહીલુહાણ હાલતમાં ઉના દવાખાને સારવાર માટે હતા અને પોલીસ સ્ટેશનમાં ૭ આરોપી સામે ગુનો નોંધાવતા પોલીસે આઇપીસી ૩ર૬, ૩ર૩, પ૦૪, ૧૪૭, ૧૪૮, ૧૪૯, બીપીએસીટી ૧૩પ મુજબ ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરી હુમલામાં વપરાયેલ હથીયાર કબજે કરી કોર્ટમાં રજુ કરતા કોર્ટે જામીન ઉપર છોડેલ હતા.

આ બનાવનો કેસ ગીરગઢડામાં આવેલ જયુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં ચાલેલ હતો સરકાર પક્ષે સરકારી વકીલ એ.બી.તલાવીયા ત્થા એમ.એચ. બાંભણીયાએ આરોપીની ઉલ્ટ તપાસ ફરીયાદીની જુબાની પંચ, સાહેદની જુબાની ડોકટર, પોલીસ અધિકારીની જુબાની પુરાવા રજુ કરી આકરમાં આકરી સજા કરવા ભલામણ કરી હતી.

જયુ.મેજી.ફ.કોર્ટના જજશ્રી સુનીલકુમાર પી.દવેએ તમામ પુરાવા આધાર નજરમાં રાખી સરકારી વલિકની દલીલો ધ્યાને લઇ આરોપી (૧) પટેલઅમુ માધા (ર) પટેલ બાલુમાધા (૩) પટેલ નનુ માધા (૪) રબારી ઉકાભાઇ રાભમભાઇ (પ) પટેલ મનસુખ ડાયાભાઇ રે. ધ્રાબાવાડ વાળાને આઇપીસી ૩ર૬માં ૩ વરસની સખત કેદની સજા ત્થા દરેકને રૂ.પ૦૦૦ દંડ ત્થા રે.બીસી ૧૪૮,માં ૧ વરસની સખત કેદની સજા પ્રત્યેકને રૂ.૩૦૦૦ દંડની સજા કરીહતી જયારે અન્ય એક આરોપી પટેલ દિનેશ અમુને કોર્ટે નિર્દોષ છોડી મુકેલ અને અન્ય એક આરોપી ગોવાળ રણશી અમરા કેસ ચાલતા દરમ્યાન મૃત્યુ   પામતા તેની સામેનો કેસ એબેટ કરવામાં આવ્યો હતો.(

(12:03 pm IST)