Gujarati News

Gujarati News

News of Wednesday, 19th August 2020

જુનાગઢમાં શ્રમજીવી મહિલા દિવસની ઉજવણી

જૂનાગઢઃ મહિલા સશકિતકરણ પખવાડીયું ઉજવણી-૨૦૨૦ અંતર્ગત શ્રમજીવી મહિલા દિવસ ની ઉજવણી જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકાઓમાં કરવામાં આવી હતી. સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર-જૂનાગઢ અને કેશોદ, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર, મહિલા શકિત કેન્દ્ર, ૧૮૧ (અભયમ) મહિલા હેલ્પલાઇન વગેરેના તમામ કર્મચારીઓએ સોશ્યલ ડિસટન્સનું પાલન કરીને જિલ્લાના તમામ વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર-જૂનાગઢ કેશોદ, સખી-વન સ્ટોપ સેન્ટર જૂનાગઢના સંયુકત ઉપક્રમે જિલ્લાના તમામ પછાત વિસ્તારોમાં બહેનોને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ સેટકોમ કાર્યક્રમ દ્રારા સમય બપોરે૧ થી ૨ કલાકે શ્રમજીવી મહિલાના સથવારે સરકાર ટી.વી.ના માધ્યમથી વંદે ગુજરાત ચેનલ-૧ પરથી તેમજ મોબાઇલના માધ્યમથી જીઓ એપ મારફત મહિલાઓ/કિશોરીઓએ સમગ્ર દિવસની ઉજવણીમાં સહભાગી થઇ લાભ મેળવ્યો હતો તે પ્રસંગની તસ્વીર.

(12:07 pm IST)