Gujarati News

Gujarati News

News of Wednesday, 19th August 2020

જામનગર જિ.પં.દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

જામનગર : જિલ્લા પંચાયતના પટાંગણમાં રાષ્ટ્રના ૭૪માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઇ હતી. જિ.પંના પ્રમુખ શ્રીમતી નયનાબેન માધાણીએ રાષ્ટ્રધ્વજને સલામી આપી માતૃભુમીની રક્ષા કાજે બલિદાનો આપનારા વીર જવાનોને શહાદતને યાદ કરી શ્રધ્ધાસુમન અર્પણ કરતા ઉપસ્થિત અધિકારીઓ - પદાધિકારીઓ અને કર્મચારીઓને સ્વાતત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવી હતી. પ્રમુખ નયનાબેન માધાણીએ જણાવ્યુ હતુ કે, આ જિ.પં.ના પટાંગણમાં આપણે રાષ્ટ્રના ૭૪માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે સ્વતંત્રતા સંગ્રામની લડતનુ સફળ નેતૃત્વ કરનાર એ જ રાષ્ટ્રવાદી વિચારધારા અને એ જ સંગઠનના એક સામાન્ય કાર્યકર્તા તરીકે આ જિ.પં.ના પ્રમુખનો પદભાર સંભાળી ભારતની આન બાન અને શાન સમા અને પ્રાણથી પણ પ્યારા એવા ત્રિરંગાને સલામી આપવાનુ મને સૌભાગ્ય પ્રાપ્ત થયુ છે. હાલમાં કોરોના મહામારીનો હવે અંત આવે અને આપણે બધા નિરોગી રહીએ તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરૂ  છુ. કોરોના મહામારીમાં જે જે લોકોના મૃત્યુ થયા છે તેઓ તથા ચીની સૈનિકો સાથે અથડામણમાં આપણા સૈનિકો શહીદ થયા છે. તેઓને હુ હૃદયપુર્વક શ્રધ્ધાંજલી અર્પી હતી. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે નાયબ જિલ્લા અધિકારી એ.યુ.મકવાણા, જિ.પં.ના પ્રવિણભાઇ માધાણી, સંજયભાઇ ભાલોડીયા, હિસાબી અધિકારી શ્રી કરમુર, આંતરીક અન્વેષણ અધિકારી ઇ.ચા. આંકડા અધિકારી અને ચીટનીશ યુ.ટી.ચૌધરી, નાયબ જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી પી.એન.પાલા, પ્રમુખ પી.એ.હસમુખભાઇ વોરા તેમજ જિ.પં. કર્મચારી સંઘના પ્રમુખ દેવેન્દ્રસિહ પરમાર તથા તમામ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધ્યજવંદન કાર્યક્રમની તસ્વીરો.(

(12:13 pm IST)