Gujarati News

Gujarati News

News of Wednesday, 19th August 2020

મહુવામાં વાડીમાં વીજ શોકથી મામા-ફઇના ભાઇ-બહેનના મોત

ભાવનગર તા. ૧૯ :.. મહુવામાં ઇલેકટ્રીક શોક લાગતાં ભાઇ-બહેનનાં મોત નિપજયા છે.

આ કરૂણાંતીકાની વિગતો એવી છે કે મહુવામાં જાપા વિસ્તારમાં રહેતા અને દેવળીયા ગામે ભાગીદારીમાં જમીન રાખી કપાસનું વાવેતર કરતાં કેશુભાઇ મકવાણાની વાડીમાં મહુવાથી તેમનો દિકરો જતીન ઉ.૧૭ અને કેશુભાઇના બહેનની દિકરી ખુશી ચીમનભાઇ શિયાળ ઉ.૭ આવ્યા હતાં. આ બન્ને મામા-ફઇનાં ભાઇ-બહેન રમી રહયા હતાં. ત્યારે ઇલેકટ્રીક શોક લાગતા બન્નેને મહુવાથી હનુમંત હોસ્પીટલમાં લઇ જવાયા હતાં. જયાં તબીબોએ બન્ને ને મૃત જાહેર કર્યા હતાં. આ બનાવથી ભારે શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.

(12:14 pm IST)