Gujarati News

Gujarati News

News of Wednesday, 19th August 2020

ગોંડલની સબ જેલ કોરોના મુકત : ૨૩ કેદીઓના નેગેટીવ રીપોર્ટ બાદ હોસ્પિટલમાંથી પરત ફર્યા

ગોંડલ : કોરોના હોસ્ટપોટ બનેલી ગોંડલ સબ જેલ કોરોના મુકત બની છે.

ગોંડલ સબ જેલની અંદર છેલ્લા એક માસ દરમ્યાન કેદીઓ કોરોના વાયરસનું સંક્રમણ થતાં એક પછી એક ૨૪(ચોવીસ) કાચા કેદીઓના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતાં જેલ સ્ટાફ તથા કેદીઓમાં ખળભળાટ મચી જવા પામેલ હતો. ૧૪મી જુલાઇના રોજ વચગાળાના જામીન રજા પરથી જેલમાં પરત દાખલ થયેલ કાચા કેદીનો કોરોના રીપોર્ટ ઙ્કપોઝીટીવઙ્ખ આવતાં ગોંડલ સબ જેલમાં કોરોનાનો પગપેસરો થવા પામેલ હતો. ૩૦મી જુલાઇએ ગોંડલ ખાતે વીઝીટમાં આવેલ જીલ્લા કલેકટરએ ગોંડલ સબ જેલની કોરોના પરિસ્થિતીને ગંભીરતાથી લઇ હેલ્થ વિભાગની ટીમને જેલની અંદર તમામ કેદીઓ તથા જેલ સ્ટાફનું હેલ્થ સ્ક્રીનીંગ કરવા સુચના આપેલ અને કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા કેદીઓ તથા જેલ સ્ટાફના રેપીડ ટેસ્ટ કરવા સુચના આપેલ હતી. જે અન્વયે તાલુકા હેલ્થ અધિકારી ડો.ગોયેલ તથા વિજયનગર અર્બન હેલ્થ સેન્ટરના ડો.દિવ્યા, ડો.રીંકુ સખીયા, ડો.રવિ વદ્યાસીયા તથા હેલ્થની ટીમ દ્રારા ૩૧મી જુલાઇના રોજ ગોંડલ સબ જેલમાં કેમ્પ કરી જેલની અંદર રાખવામાં આવેલ તમામ કેદીઓ તથા જેલ સ્ટાફનું હેલ્થ સ્ક્રીનીંગ કરવામાં આવેલ અને શંકાસ્પદ લક્ષણો ધરાવતા ૪૬(છેતાલીસ) કેદીઓ તથા ૫(પાંચ) જેલ સ્ટાફ કર્મચારીઓના રેપીડ ટેસ્ટ કરવામાં આવતાં ૩૧મી જુલાઇના રોજ એક સાથે ૧૦(દશ) કાચા કેદીઓના રીપોર્ટ ઙ્કપોઝીટીવઙ્ખ આવતાં કોરોનાનો આંકડો ૨૩(ત્રેવીસ) સુધી પહોંચી ગયેલ હતો. છેલ્લે ૩જી ઓગસ્ટના રોજ વચગાળાના જામીન રજા પરથી જેલમાં પરત દાખલ થયેલ એક કાચા કેદીનો કોરોના રીપોર્ટ ઙ્કપોઝીટીવઙ્ખ આવતાં ગોંડલ સબ જેલમાં કોરોનાનો કુલ આંકડો ૨૪(ચોવીસ) સુધી પહોંચી ગયેલ હતો અને ગોંડલ સબ જેલ કોરોના હોસ્ટપોટ બનવા પામેલ હતી.

તાલુકા હેલ્થ અધિકારી ડો.ગોયેલ અને હેલ્થ વિભાગની ટીમ, સિવિલ સર્જન બી.એમ.વાણવી, સિવિલ હોસ્પિટલના ડોકટર અને પેરામેડીકલ સ્ટાફ તથા સરકારી આયુર્વેદીક દવાખાનાના તબીબ ડો.સખીયાનાઓના સંકલનમાં રહી જેલ અધિક્ષક ડી.કે.પરમાર તથા જેલ સ્ટાફએ કોરોના સંક્રમણને કાબુમાં લેવા માટે લીધેલ પગલાં અને અસરકારક કામગીરીના કારણે ૩૧મી જુલાઇ બાદથી જેલમાં રાખવામાં આવેલ એક પણ કેદી કોરોના વાયરસથી સંક્રમિત થવા પામેલ નથી તેમજ પી.ડી.યુ.મેડીકલ કોલેજ, કોવીદ હોસ્પિટલ રાજકોટ અને રેનબસરા કોવિદ સેન્ટર, રાજકોટ ખાતે કોરોનાની સારવાર લઇ રહેલા ૨૩ (ત્રેવીસ) કેદીઓના રીપોર્ટ નેગેટીવ આવ્યા બાદ ડીસ્ચાર્જ થઇ જેલમાં પરત આવેલ છે. જેઓની તબિયત સારી છે અને ડોકટરની સલાહ મુજબ ૭(સાત) દિવસ માટે કોરોન્ટાઇન કરવામાં આવેલ છે.

કેદીઓ તથા જેલ સ્ટાફમાં રોગપ્રતિકારક શકિત વધારવા માટે દરરોજ નિયમિતપણે વિટામીન-સી ટેબ્લેટ, સંશમની વટી ટેબ્લેટ તથા હોમિયોપેથી દવા, સૂંઠ,ઘી,ગોળની ગોળીઓ, સૂંઠ પાવડર તથા આયુર્વેદીક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ગોંડલ સબ જેલના જેલ અધિક્ષક ડી.કે.પરમારએ જણાવેલ છે કે, જેલ સ્ટાફ અને કેદીઓને કોરોના વાયરસનો પ્રતિકાર કરવા સજજ કરેલ હતા અને બીજા વધુ કેદીઓ તથા જેલ સ્ટાફ કોરોનાથી સંક્રમીત ન થાય તે માટે આયુષ મંત્રાલયની ગાઇડ લાઇન મુજબ કેદીઓ તથા જેલ સ્ટાફમાં રોગપ્રતિકારક શકિત વધારવા માટે જેલ રસોડામાં સૂંઠ, ઘી,ગોળની ગોળીઓ તથા આયુર્વેદીક ઉકાળો બનાવી દરરોજ બે ટાઇમ વિતરણ ચાલુ કરેલ હતું તેમજ કેદીઓ તથા જેલ સ્ટાફ માટે સૂંઠ પાવડરની વ્યવસ્થા કરી બે ટાઇમ જીભ પર સૂંઠ પાવડર મુકી તેની લાળ ગળી જવા માટે સુચના આપેલ હતી. ઉપરાંત હેલ્થ વિભાગ તથા સિવિલ હોસ્પિટલ દ્રારા પુરી પાડવામાં આવેલ વિટામીન-સી ટેબ્લેટ, સંશમની વટી ટેબ્લેટ તથા હોમિયોપેથી દવાનો ડોઝ નિયમિતપણે પીવડાવવામાં આવે છે.

(12:18 pm IST)