Gujarati News

Gujarati News

News of Wednesday, 19th August 2020

વેરાવળમાં સી.આર.પાટીલને ફટાકડો અડી જતા દાઝી ગયા : હોસ્પિટલમાં સારવાર લીધી

એક ફટાકડાનો તીખારો સીધો આંખ પાસે જ પ્રેસરથી આવી ગયો, જો કે મોટી ઇજા ન થતા હાશકારો

તસ્વીરમાં હોસ્પીટલમાંથી સારવાર લઇને બહાર નિકળી રહેલા સી.આર.પાટીલ તથા કાર્યકરો નજરે પડે છે. (તસ્વીરઃ દિપક કક્કડ)

વેરાવળ, તા., ૧૯ : પ્રદેશ  ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ આજથી સૌરાષ્ટ્રના ચાર દિવસના પ્રવાસે છે. આજે સવારે શ્રી સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ કાર્યકરો સાથે અભિવાદન કાર્યક્રમ દરમિયાન ફટાકડાની આતશબાજી કરવામાં આવી હતી. આ દરમિયાન સી.આર.પાટીલને એક ફટાકડો અડી જતા તેમને તાબડતોબ  પ્રથમ ગેસ્ટ હાઉસમાંં લઇ જવામાં આવ્યા હતા ત્યાર બાદ વેરાવળની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

ફટાકડાની ઇજા થતા બસ સ્ટેન્ડ પાસે આવેલી દીપ આંખની હોસ્પીટલમાં તેમને સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા જયાં ડો.અતુલ ચગ અને ડો.નીતીન ગોહીલે સારવાર આપી હતી. તેમની આંખમાં ફટાકડાનું કણું પડયું હતું. જેથી સારવાર આપીને રજા આપી દેવામાં આવી હતી. જો કે કોઇ ગંભીર ઇજા થઇ ન હતી.

(1:47 pm IST)