Gujarati News

Gujarati News

News of Wednesday, 19th August 2020

જુનાગઢના ગડુ હાઇવે ઉપર અજાણ્યા યુવકની હત્યા બાદ મૃતકની ઓળખ અને હત્યા કરનારાની શોધખોળ

જુનાગઢ : તસ્વીરમાં અજાણ્યા યુવકનો મૃતદેહ નજરે પડે છે. (તસ્વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ)

જૂનાગઢ તા. ૧૯ : ગડુ હાઇવે પર અજાણ્યા યુવાનની હત્યા થયેલી લાશ મળી આવતા સનસની મચી ગઇ છે.

પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને હત્યારાઓની શોધખોળ હાથ ધરી છે.  ગડુ શેરબાગમાં ગડુ - વેરાવળ હાઇવે પર ગઇકાલે સવારે અજાણ્યા યુવાનની લોહીથી લથબથ લાશ મળી આવી હતી પ્રથમ નજરે મૃતકની હત્યા થયાનું જણાયું હતું. મરનારના પેટમાંથી આંતરડા પણ નીકળી ગયા હતા.

આ અંગે હેડ કોન્સ્ટેબલ દેવરાજભાઇ કોડીયાતરે સરકાર તરફે ફરિયાદી બની અજાણ્યા યુવકની અજાણ્યા શખ્સો સામે હત્યાની ફરિયાદ નોંધાવતા ચોરવાડ પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

તપાસનીશ પી.એસ.આઇ. કે.બી.લાલકાએ અકિલા સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવેલ કે, મૃતકની ઉંમર ૪૦ વર્ષ આસપાસ છે. અજાણ્યા શખ્સોએ તિક્ષ્ણ હથિયાર વડે બેરહેમીથી હત્યા કરી હોય મૃતકના પેટમાંથી આંતરડા પણ નીકળી ગયા હતા.

મરનારની હજુ ઓળખ થઇ નથી આથી ઓળખ મેળવવા અને વાલી વારસ શોધવા માટે તપાસ હાથ ધરાઇ છે.

તેમજ હત્યાઓના સગડ મેળવવા માટે પોલીસની જુદી-જુદી ટીમોને કામે લગાડવામાં આવી છે અને આરોપીઓની ધરપકડ માટે શંકાસ્પદ શખ્સોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.(

(1:16 pm IST)