Gujarati News

Gujarati News

News of Wednesday, 19th August 2020

મુન્દ્રામાં તળાવમાં ડૂબેલા યુવાનની લાશ મળી- વધાવતી વેળાએ શ્રીફળ લેવા ડૂબકી મારનાર યુવાન જામનગરનો

તળાવ વધાવતી વેળાએ ખુદ તંત્ર અને પદાધિકારીઓ દ્વારા કોવિડ ૧૯ ના નિયમોનો ભંગ કરતી ઘટનાએ સર્જી ચકચાર

(ભુજ) મુન્દ્રાના જેરામસર તળાવમાં ડૂબેલા યુવાનની લાશ મળી આવી છે. ગઈકાલે તળાવ વધાવતી વેળાએ બનેલી આ ઘટનામાં મૃતક યુવાને શ્રીફળ લેવા અન્ય તરવૈયાઓ સાથે ડૂબકી લગાવી હતી. તળાવ વધાવવા સાથે શ્રીફળ લઈ આવનાર માટે ઈનામની લાલચે ડૂબકી લગાવનાર એ મૃતક યુવાન જામનગરનો હોવાનું અને તેનું નામ જાકીર કારા હોવાનું જાણવા મળ્યું છે. ૨૪ કલાક દરમ્યાન સ્થાનિક તરવૈયાઓ સાથે ગાંધીધામ ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ દ્વારા તળાવમાં શોધખોળ કરાઈ હતી. જોકે, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને સરપંચ ધર્મેન્દ્ર જેસર સહિત તંત્રના અન્ય અધિકારીઓ પદાધિકારીઓની હાજરીમાં બચાવ માટેના પૂરતા સાધનોનો અભાવ તેમ જ એકઠા થયેલા લોકોમાં સોશ્યલ ડિસ્ટનિંગ સહિતના ભંગ કરતા આ કાર્યક્રમ અંગે કચ્છ કોંગ્રેસે ભાજપ અને વહીવટીતંત્રની ઉપર આકરા પ્રહારો કર્યા હતા. આમ આદમીને જાહેરનામના આકરા નિયમોના પાલનનો આગ્રહ તેમ જ ભારે દંડ કરનાર કચ્છનું વહીવટીતંત્ર સત્તા પાસે વામણું બની જતું હોઈ અગાઉ પણ ટિકનો ભોગ બની ચૂક્યું છે.

(7:14 pm IST)