Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

ધોરાજી ગુજ્જર કડિયા સમાજ શ્યામવાડી કડિયા કેળવણી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભ યોજાયો

આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી 54% વસ્તી ધરાવતો બક્ષીપંચ સમાજ નિર્ણાયક નેતૃત્વ આપશે:કિશોરભાઈ રાઠોડ: કડિયા સમાજના ભામાશાઓનું સન્માન કરાયું:કે.જી થી ગ્રેજ્યુએટ સુધીના તેજસ્વી વિદ્યાર્થીઓને મોમેન્ટો સાથે શિલ્ડ આપી સન્માન કરાયું: સમાજમાં વર્ષો સુધી સેવા કરનાર પંકજભાઈ મકવાણાનું સમાજ દ્વારા સન્માન કરાયું

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:- ધોરાજી ગુજ્જર કડિયા સમાજ શ્યામવાડી કડિયા કેળવણી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભ યોજાયો હતો

ધોરાજી ગુજર કડિયા સમાજ શ્યામવાડી ખાતે કડિયા કેળવણી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભ 2022 યોજાયો હતો
સમારંભના મુખ્ય મહેમાન તરીકે અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ કડિયા સમાજના પ્રમુખ રાજુભાઈ યાદવ તેમજ કડિયા કેળવણી મંડળના પ્રમુખ કિશોરભાઈ વાઢેર ઉપપ્રમુખ વિજયભાઈ મારુ મંત્રી ધર્મેશભાઈ ગોહિલ તેમજ શ્યામ વાડીના મંત્રી લલીતભાઈ મકવાણા ટ્રસ્ટી પંકજભાઈ મકવાણા કિશોરભાઈ વાઘેલા ચંદુભાઈ ચાવડા વગેરે મહાનુભાવોની હાજરીમાં સમારંભને ખુલ્લો મુકવામાં આવ્યો હતો
આ પ્રસંગે કેળવણી મંડળના પ્રમુખ કિશોરભાઈ વાઢેર એ મહેમાનો શાબ્દિક સ્વાગત કર્યું હતું તેમજ કેળવણી મંડળ દ્વારા થતા કાર્યોનું વિસ્તૃત માહિતી આપી હતી
અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભા ના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડએ પોતાના પ્રસંગિક પ્રવચનમાં જણાવેલ કે ગુજરાતમાં બક્ષીપંચની 54% વસ્તી ધરાવે છે ત્યારે આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી 54% વસ્તી ધરાવતો બક્ષીપંચ સમાજ નિર્ણાયક નેતૃત્વ આપશે 
આ સાથે બક્ષીપંચ ની નોંધ લઈને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ એપણ ગાંધીનગર ખાતે બક્ષીપંચ સમાજના આગેવાનોની તેમના નિવાસ્થાન ખાતે બેઠક લઈ રહ્યા છે વર્ષો બાદ વિશ્વકર્મા સમાજની ગુજરાતના મુખ્યમંત્રી  દ્વારા નોંધ લેવાઈ રહી હોય એવો પ્રથમ બનાવ છે ત્યારે આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખી બક્ષીપંચ અને વિશ્વકર્મા સમાજ ના યુવાનો વડીલો સમાજની સેવાની સાથે રાજકીય ક્ષેત્રમાં પણ આગળ વધે તેવું આહવાન કર્યું હતું
સાથે સાથે તેજસ્વી તારલાઓનું સન્માન ની સાથે સાથે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા
તેમજ નવરાત્રીના સમયમાં દીકરીઓનું ધ્યાન રાખવા વાલીઓને ખાસ બાર મુક્યો હતો નવરાત્રી તહેવાર માતાજીનો તહેવાર છે પરંતુ ડિસ્કો ડાંડિયાના ક્રેજમાં દીકરીનું ભવિષ્ય જોખમાય છે તે બાબતે પણ વાલીઓએ ચિંતા કરવા ખાસ જણાવ્યું હતું.
તેમજ સંસ્થાના સુકાની એવા રાજુભાઈ યાદવ તેમજ ચંદુભાઈ ચાવડા તાજેતરમાં જ મુખ્યમંત્રી શ્રી ની મુલાકાત કરી તે બદલ તેઓને પણ ધન્યવાદ પાઠવ્યા હતા તેમજ છેલ્લા ઘણા વર્ષોથી સમાજની સેવા કરવામાં અગ્રેસર એવા પંકજભાઈ મકવાણા ને પણ અભિનંદન પાઠવ્યા હતા
આ સાથે ધોરાજી ગુજ્જર કડિયા સમાજના પ્રમુખ રાજુભાઈ યાદવ એ તેજસ્વી તારલાઓ નું સન્માન કરતા જણાવેલ કે છેલ્લા ઘણા વર્ષોથી સમાજની એકતા માટે કડિયા સમાજ દ્વારા અનેક વિવિધ સેવાકીય પ્રવૃતિ હાથ ધરવામાં આવી રહી છે જેમાં મહત્વનો ફાળો ધરાવતા પંકજભાઈ મકવાણા તેઓ ધોરાજી થી વડોદરા રહેવા જતા તેમની સેવા ક્યારેય ભુલાશે નહીં તે બદલ તેમનો સમાજ દ્વારા સન્માન પત્ર સાથે સાલ ઓઢાડીને સન્માન કર્યું હતું
તેમજ શ્યામ વાડીની બાજુમાં જે મકાન સમાજ માટે લેવામાં આવ્યું હતું તેમાં ફંડ ઘટતા ધોરાજીના જ સમાજના ભામાશાઓએ તાત્કાલિક રકમની સગવડતા કરી આપતા આવા તમામ ભામાંસાઓનું પણ સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું
આ સાથે કેળવણી મંડળના મંત્રી ધર્મેશભાઈ ગોહિલએ સેવા કાર્યોમાં દાન આપનાર દાતાઓની યાદી આપી તમામ દાતાઓને અભિનંદન પાઠવ્યા હતા
કેળવણી મંડળના પ્રમુખ કિશોરભાઈ વાઢેર એ ધોરણ કેજી થી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીના તમામ વિદ્યાર્થીઓ નું મહિલાઓ દ્વારા તેમજ મહેમાનોના વરદ હસ્તે શૈક્ષણિક કીટ સાથે મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું
સમારંભ માં જાણીતા બિલ્ડર મનોજભાઈ રાઠોડ જીઇબીના ટાંક સાહેબ  બાવનજીભાઈ ટાંક ડો. માલવી વિગેરે સમસ્ત કડિયા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
આ સાથે મોટી સંખ્યામાં ધોરાજી કડિયા સમાજ ના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા

 

(11:03 pm IST)