Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

આટકોટના કૈલાશનગર વિસ્‍તારમાં વારંવાર વિજળી ગુલ : ઉપવાસ આંદોલનની ચિમકી

(કરશન બામટા દ્વારા) આટકોટ તા. ૧૯ : જસદણ તાલુકાના આટકોટ ગામે ખાસ કરીને કૈલાશ નગર વિસ્‍તારમાં વીજળીના ધાંધીયા કાયમ માટે સાંજ પડેને લાઈટ ગુલ થઈ જાય છે. આ અંગે વિજયભાઈ ધમલ દ્વારા અવારનવાર રજૂઆત કરેલ છે આટકોટ પીજીવીસીએલની કચેરીએ કોઈ ફોન ઉપાડ તું જ નથી અને લાઈટનું ચેકિંગ રોજ આવે છે ગામ લોકો વીજળીનું બિલ સમયસર ભરે છે પરંતુ જીઇબી તંત્ર દ્વારા આટકોટ કૈલાશ નગર ને ક્‍યારે પણ લાઈટ બાબતનું સંતોષ થતો નથી આગામી સમયમાં લાઈટ બાબતનું યોગ્‍ય કરવામાં નહીં આવે તો પીજીવીસીએલ કચેરી ખાતે ગાંધી ચીંધ્‍યા માર્ગે ઉપવાસ ઉપર ઉતરવાની ફરજ પડશે તેમ આટકોટના સામાજિક કાર્યકર વિજયભાઈ પી ધમલ યુવા ભાજપ આટકોટની યાદીમાં જણાવેલ છે
વરસાદ ચાલુ થાય ને લાઈટો ગુલ થઈ જાય બે કલાક સુધી આવતી નથી. બે દિવસ પહેલા વરસાદ પડયા પછી ત્રણ કલાક સુધી વિજળી ગુલ થઇ હતી. અવાર નવાર લાઈટો ગુલ થઈ જાય છે પીજીસીએલ ફોન સતત વ્‍યસ્‍ત રહેતા હોય છે અન્‍ય બીજો ફોન નંબર આપવા જોઈએ. જેથી લોકો ફોન કરી ને પુછપરછ કરી શકે.

 

(10:57 am IST)