Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

બોટાદમાં સામતભાઇ જેબલીયા દ્વારા સેવાકાર્યો સાથે નરેન્‍દ્રભાઇના જન્‍મદિનની ઉજવણી

 બોટાદ,તા.૧૯ : વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના જન્‍મ દિવસ  પ્રસંગે બોટાદના   સામાજિક ધાર્મિક સંસ્‍થા સંગઠનો સાથે જોડાય સામાજિક ધાર્મિક પ્રવળત્તિઓ કરી રહેલ ગુજરાત કાઠી ક્ષત્રિય સમાજના સહમંત્રી  બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા દ્વારા ગઇકાલે બોટાદના રામ રોટી આશ્રમ ખાતે ગરીબ સાઘુ બ્રાહ્મણ ફકીર વિગેરે જરૂરીઆત મંદોને ભોજન કરાવેલ અને ગાયોને ઘાસ કબુતરને ચણ અને બોટાદના સમઢીયાળા પાસે માનસિક દિવ્‍યાંગના આશ્રમે જઈ પુરૂષ અને મહિલા ઓ માટે કપડાનં ુ વિતરણ કરી સાંજે સુપાત્ર બ્રાહ્મણ દ્વારા વિધિસર  નરેન્‍દ્રભાઇ મોદીના જન્‍મદિવસ નિમીતે બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા દ્વારા કતલ ખાને જતા અસંખ્‍ય ગૌવંશને બચાવેલ તેમાંથી એકસો બચાવેલ ગૌવંશનુ પુણ્‍ય અર્પણ કરી મોદીને જન્‍મ દિવસ  પ્રસંગે  શુભેચ્‍છા પાઠવેલ હતી.

(12:02 pm IST)