Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

સુત્રાપાડાના ધામળેજમાં ભગવાનભાઇ બારડ દ્વારા સર્વરોગ નિદાન કેમ્‍પ

સુત્રાપાડા : સુત્રાપાડાના ધામળેજ ગામે પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્‍ય ભગવાનભાઈ બારડ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં વિશાળ સંખ્‍યામાં દર્દીઓએ લાભ લીધો હતો પે ,સેન્‍ટર શાળા ખાતે આજરોજ ધારાસભ્‍ય ભગવાનભાઈ બારડ દ્વારા તેમના પિતા ધાનાભાઈ બારડ માતા રાજી બેન ભાઈ જશુભાઈ બારડ તથા ભત્રીજા રાહુલભાઈ બારડના સ્‍મરણાર્થે મેગા સર્વ રોગ નિદાન કેમ્‍પનું શુભારંભ કરવામાં આવ્‍યું હતું અને ધારાસભ્‍ય દ્વારા દીપ પ્રગટાવી અને ખુલ્લો મુકવામાં આવ્‍યો હતો. આ વિરાટ આયોજન દરમિયાન મોટી વિશાળ સંખ્‍યામાં ગ્રામજનો સરપંચ અને રાજકીય સામાજિક અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. કેમ્‍પમાં અલગ અલગ રોગના ૨૦ થી વધુ નિષ્‍ણાંત તબીબીઓ દ્વારા દર્દીઓની ચકાસણી સારવાર નિદાન અને દવાઓ ભોજન સહિતનું વિના મૂલ્‍યમાં સેવા પૂરી પાડવામાં આવી હતી. આ મેગા કેમ્‍પમાં ચાર તાલુકા ભર સહિતના ગામડાઓમાંથી ૧૮૦૦ દર્દીઓએ લાભ લીધો હતો. (તસ્‍વીર-અહેવાલ : રામસિંહ મોરી-સુત્રાપાડા)

(12:05 pm IST)