Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

જામકંડોરણામાં હોમગાર્ડ યુનિટ દ્વારા મામલતદારને આવેદન

વેતનમાં વધારો તથા નિવૃતિ વય મર્યાદામાં વધારો કરવાની માંગ

(મનસુખભાઇ બાલધા દ્વારા) જામકંડોરણા,તા. ૧૭ : હોમગાર્ડ યુનિટ દ્વારા હોમગાર્ડઝ કમાન્‍ડન્‍ટ શૈલેષભાઇ વ્‍યાસની આગેવાની નીચે જવાનોએ જામકંડોરણા મામલતદારને આવેદનપત્ર પાઠવી હોમગાર્ડને હાલમાં દૈનિક વેતન રૂા. ૩૦૪ મળે છે જ્‍યારે બીજા રાજ્‍યોમાં રૂા. ૬૦૦ થી ૭૦૦ દૈનિક વેતન આપવામાં આવે છે. જેથી વેતનમાં વધારો કરવાની તેમજ બીજા રાજ્‍યોમાં હોમગાર્ડને ફીક્‍સ પગાર ૧૫,૦૦૦થી લઇને ૨૦,૦૦૦ સુધીનો પગાર મળે છે તો ગુજરાતના હોમગાર્ડને ફીકસ પગાર આપવા અને હોમગાર્ડને સરકારી કર્મચારી ગણી કાયમી કરવા તેમજ હોમગાર્ડની નિવૃતિની વય મર્યાદા હાલ ૫૫ વર્ષ છે તેમાં પણ સરકારી કર્મચારીની જેમ આ નિવૃતિ વયમર્યાદામાં વધારો કરવા સહિતના તેમના પ્રશ્‍નો હલ કરવાની માંગ કરવામાં આવી છે.

(12:10 pm IST)