Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

જુનાગઢ જીલ્લા સાયબર ક્રાઇમ સેલ (એસ.ઓ.જી.)ની પ્રશંસનીય કામગીરી

ઓનલાઇન ક્રેડિટ કાર્ડ અપડેટ કરવાના બહાને તથા olx પરથી ખરીદીમાં થયેલ બેંક ફ્રોડમાં ગુમાવેલ કુલ રૂ. ૫૬,૫૦ર/- ભોગ બનનારને પરત અપાવતી

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ તા. ૧૯ :  રેન્‍જનાં ઇ.ચા.નાયબ પોલીસ મહાનિરીક્ષક  નીલેશ જાજડીયાની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટીની સુચના તથા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં સાયબર ક્રાઇમના વધતા જતા બનાવોને ધ્‍યાને લઇ આવા ગુનાઓ બનતા અટકાવવા તેમજ આવા બનાવોમાં લોકોના નાણા રીફંડ થાય તેવા પ્રયત્‍નો કરવા સૂચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને એસ.ઓ.જી.ના પોલીસ ઇન્‍સ.એ.એમ.ગોહીલ તથા સાયબર સેલના પો.સબ.ઇન્‍સ. એમ.જે.કોડીયાતર તથા પો.સ્‍ટાફના માણસો સતત પ્રયત્‍નશીલ હોય.

જે અનુસંધાને મેંદરડા ખાતે રહેતી એક મહીલાને ક્રેડીટ કાર્ડ અપડેટ કરવા માટે ફોન આવેલ હતો અને જો અપડેટ નહી કરાવેતો ક્રેડીટ કાર્ડ બંધ થઇ જશે તેવુ કહેતા મહિલા વીશ્વાસમાં આવી જતા સામેવાળાએ લીંક મોકલેલ અને તે લીંક ઓપન કરતા તેમના મોબાઇલ ફોનમાં એનીડેસ્‍ક નામની સ્‍ક્રીન શેરીંગ એપલીકેશન ઇન્‍સ્‍ટોલ થઇ ગયેલ. જેથી સામેવાળાએ તેમના ક્રેડીટ કાર્ડ મારફત કુલ રૂ.૫૯,૦૦૦- નું ઓનલાઇન ટ્રાન્‍જેકશન કરી લીધેલ જેથી તેમણે અરજી આપેલી હતી તેમજ અન્‍ય એક કીસ્‍સામાં હાર્દિકભાઇ ગોંડલીયા નામના વ્‍યક્‍તીએ olx પર એપલ કંપનીનો આઇફોન 13 PRO MAX ખરીદી કરવા માટે ઓર્ડર આપેલ અને ઓર્ડર ફીના પૈસા ગુગલ-પે મારફત ભરેલા હતા. ત્‍યારબાદ અરજદારને ઓર્ડર એપલ 13 PRO MAX આંગડીયા મારફત આવેલ. જે ફોન પાર્સલ ખોલીને જોતા ડુપ્‍લીકેટ મોબાઇલ આવેલ હોઇ અને પોતાની સાથે રૂ.૨૧,૫૦૦/-ની છેતરપીંડી કરેલ હોવાની અરજી આપેલ હતી. ત્‍યારબાદ આ બંને કિસ્‍સામાં જીલ્લા સાયબર સેલ દ્વારા તાત્‍કાલીક કાર્યવાહી કરવામાં આવેલ અને બેંક તેમજ સંલગ્ન પેમેન્‍ટગેટ-વે એજન્‍સીઓ સાથે સતત સંકલનમાં રહી ફ્રોડસ્‍ટર દ્વારા ફોડ કરવામાં આવેલ રકમ અન્‍ય જગ્‍યાએ ઉપયોગ ન થાય અને અરજદારને તે રકમ રિફન્‍ડ થાય તે માટે એજન્‍સીઓ સાથે સતત સંપર્કમાં રહી જરૂરી કાર્યવાહી કરી ક્રેડીટ કાર્ડ મારફત થયેલ ફ્રોડના અરજદારે ફ્રોડમાં ગુમાવેલ તમામ રકમ રૂ.૨૧,૫૦૦/- રિફન્‍ડ કરાવેલ હતા.

આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પો.ઇન્‍સ. એ.એમ.ગોહીલ તથા સાયબર સેલના પો.સબ.ઇન્‍સ. એમ.જે.કોડીયાતર, એ.એસ.આઇ. દિપકભાઇ જે. જાની, પો.કોન્‍સ બ્રિન્‍દા એસ.ગીરનારા, કળણાલસિંહ પરમાર, માનસીંગભાઇ રાઠોડ, રવીરાજસિંહ વાળા વગેરે સ્‍ટાફ જોડાયેલ હતો.

(12:13 pm IST)