Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

જૂનાગઢના સગીર છોકરાનું અપહરણ

અજાણ્‍યા શખ્‍સ સામે ફરિયાદ

(વિનુ જોશી) જૂનાગઢ તા. ૧૯ : જૂનાગઢના એક સગીર છોકરાનું અજાણ્‍યો શખ્‍સ અપહરણ કરી ગયો હોવાની પોલીસમાં ફરીયાદ થઇ છે.

જૂનાગઢના ગિરનાર દરવાજા પાસે આવેલ છગનમામાની સોસાયટીમાં રહેતો હર્ષ નામનો ૧૭ વર્ષીય સગીર ગત તા. ૧૮ના રોજ ગુમ થયેલ.

આ બાળકની શોધખોળ કરવા છતાં તેની ભાળ નહિ મળતા સગીરના પિતા નિલેશભાઇ લક્ષ્મીચંદ સોલંકીએ હર્ષના અપહરણની અજાણ્‍યા ઇસમ સામે ફરિયાદ કરતા ભવનાથના પી.એસ.આઇ. એમ.સી.ચુડાસમાએ તપાસ હાથ ધરી છે.

(2:42 pm IST)