Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

મોરબીના ૯.૩૪ લાખના દારૂ પ્રકરણમાં ત્રણ આરોપીઓ ચાર દિ'ના રિમાન્‍ડ પર

(પ્રવીણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા.૧૯ : મોરબીના પીપળી અને સનાળા ગામે ૯.૩૪ લાખના દારૂ પ્રકરણમાં પકડાયેલ ત્રણેય આરોપીઓને કોર્ટે ચારદિ'ના રીમાન્‍ડ ઉપર સોંપવા હુકમ કર્યો છે.

મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે પીપળી ગામની સીમમાં આવેલ રોયલ ઇન્‍ડસ્‍ટ્રીઝ એસ્‍ટેટ પ્‍લોટ નંબર ૧૭ વાળા ગોડાઉનમાં તેમજ શનાળા ગામે જીઆઈડીસી નીતિન ઝોન વિસ્‍તારમાં આવેલ ઉમા પ્‍લાસ્‍ટિક પાસે શક્‍તિ મેટેલાઈઝીંગ ગોડાઉન સામે ધર્મેશભાઈ પ્રજાપતિના ગોડાઉનમાં રેડ કરી હતી જેમાં ફડસર ગામના રહેવાસી ભરત ડાવેરા અને તેના ભાગીદાર મુકેશ બિ‘ોઈ એ બંનેએ ગોડાઉન ભાડે રાખી ઈંગ્‍લીશ દારૂનો જથ્‍થો મંગાવી વેચાણ કરતા હતા જ્‍યાં સ્‍થળ પર રેડ દરમિયાન પોલીસે ઓલ સીઝન વ્‍હીસ્‍કી બોલત નંગ ૭૮૦ કીમત રૂ ૪,૬૮,૦૦૦, રોયલ ચેલેન્‍જ વ્‍હીસ્‍કી બોટલ નંગ ૬૯૬ કિંત્રુ ૩,૬૧,૯૨૦, મેકડોવેલ્‍સ વ્‍હીસ્‍કી બોટલ નંગ ૪૨૦ મળીને કુલ બોટલ નંગ ૧૮૯૬ કીમત રૂ ૯,૩૪,૬૨૦ નો દારૂનો જથ્‍થો, બોલેરો પીકઅપકાર ૦૨ કીમત રૂ ૧૦ લાખ, એક બાઈક કીમત રૂ ૫૦,૦૦૦, ૪ મોબાઈલ કીમત રૂ ૨૦,૦૦૦ મળીને કુલ રૂ ૨૦,૦૪,૬૨૦ ની કિમતનો મુદામાલ જપ્ત કરી આરોપી ભરત નારણભાઈ ડાવેરા રહે. ફડસર તા. મોરબી, રતનલાલ સાજનરામ ગોદરા રહે. બાડમેર રાજસ્‍થાન અને પારસ ખીયારામ તેતરવાલ રહે બાડમેર રાજસ્‍થાન એમ ત્રણ આરોપીને ઝડપી લીધા છે તો એક આરોપી મુકેશ પીરારામ બિશ્‍નોઈ રહે સરણાઉ જી જાલોર રાજસ્‍થાન વાળાનું નામ ખુલતા આરોપી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્‍યો છે. પકડાયેલ ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજુ કરાતા કોર્ટે આરદિ'ના રીમાન્‍ડ ઉપર સોંપવા હુકમ કર્યો હતો.

(1:45 pm IST)