Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

ઓખામંડળમાં આતંક ફેલાવનાર બીચ્છુ ગેંગના ઝડપાયેલ બંને શખ્સોના રિમાન્ડની તજવીજ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા,તા. ૧૯ : દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક નીતેશ પાંડેયઅએ આંતક ફેલાવતી ચક્કાચારી બીચ્છુ ગેંગના કુલ-૧૨ આરોપીઓને અટક કરવામાં આવેલ હોય અને આ સિવાય બીચ્છુ ગેંગના અન્ય સાગરીતો તેમજ બિચ્છુ ગેંગના સક્રીય સભ્યોને પકડવા અંગે ખાસ સુચના કરેલ હોય જેથી મીઠાપુર પો.સ્ટે. આઇપી સી.એલ.દેસાઇ તથા તેમની સાથે મીઠાપુર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે મળી બિચ્છુ ગેંગના સક્રીફ સભ્ય આરોપી (૧) મેરૃભા વાલાભા માણેક જાતે હિ.વા. (ઉવ.૪૨) ધંધો ખેતી રહે. મેવાસા ગામની સીમ તા. દ્વારકા તથા (૨) રાયદેભા ટપુભા કેર જાતે. હિ.વા (ઉવ.૨૫) ધંધો ખેતી રહે.ટોબર ગામ તા. દ્વારકા વાળાઓને પકડી ઉપરોકત ગુન્હાના કામે તા. ૧૭/૯/૨૦૨૨ના રોજ ધોરણસર અટક કરેલ છે અને આજરોજ તા. ૧૮/૯/૨૦૨૨ના રોજ ઉપરોકત બંને આરોપીઓની વધુ પુછપરછ માટે પોલીસ કસ્ટડીના રીમાન્ડની જરૃરત હોય નામદાર સ્પેશ્યલ ગુજસીટોક કોર્ટ રાજકોટ ખાતે રીમાન્ડ લેવા સારૃ હાજર રહેતા નામદાર સ્પેશ્યલ ગુજસીટોક કોર્ટે ઉપરોકત બંને આરોપીઓના દિન-૨ના પોલીસ કસ્ટડી રીમાન્ડ મંજૂર કરેલ છે.

આ કામગીરી ડીવાયએસપી હીરેન્દ્ર ચૌધરી, મીઠાપુર પીઆઇ સી.એલ.દેસાઇ, સ્પેશ્યલ ઇન્વે. ટીમ તથા મીઠાપુર સર્વેલન્સ સ્ટાફે કરી હતી.

(1:56 pm IST)