Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

ભાઇબીજ કરવા બહેનનાં ઘરે જતા ૩ ભાઇઓને હળવદ પાસે અકસ્માત : ૧ નું મોત

(દિપક જાની દ્વારા) હળવદ,તા. ૧૯: વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના નારા ગામે રહેતા ગજેન્દ્રકુમાર જીતેન્દ્રભાઇ પરમાર (ઉંમર વર્ષ ૧૯), વનરાજસિંહ અનુપમસિંહ (ઉંમર વર્ષ ૨૪) અને કેતનસિંહ અર્જુનસિંહ (ઉંમર વર્ષ ૧૮), આ ત્રણેય કાકા-દાદાના ભાઈઓ પલ્સર બાઈક જી.જે ૬ ટી.સી.૪૬૦ લઈને સામખયારી પાસેના લાકડિયા ગામે કેતનસિંહના બેનના ઘરે ભાઈબીજ કરવા માટે નીકળ્યા હતા.ત્યારે આ ત્રણેય બાઇક સવાર હળવદ હાઈવે પરના કોયબા ગામના પાટીયા પાસેથી પસાર થતા હતા. એ વેળાએ જીજે-૧- આર એસ - ૫૯૯૨ના કારચાલકે હડફેટે લેતા ગજેન્દ્ર કુમાર પરમારનું કમકમાટી ભર્યું મોત નીપજયું હતું. જયારે વનરાજસિંહ અને કેતનસિંહને ઇજાઓ પહોંચતા પ્રથમ હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. જયાંથી વધુ સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જયારે અકસ્માત સર્જી કારચાલક ફરાર થઈ ગયો હતો. બનાવને પગલે કવાડીયા બીટ જમાદાર મનહરભાઈ પ્રજાપતિ સહિતના પોલીસ જવાનો અકસ્માત સ્થળે દોડી આવી મૃતકની લાશને હળવદ સરકારી દવાખાના ખાતે લઇ આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

(9:22 am IST)