Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

મોટી પાનેલીમાં નવા વરસની બોણી કરતા તસ્કરો : બે દુકાનોમાં ચોરી

(અતુલ ચગ દ્વારા)પાનેલી,તા. ૧૯: મોટી પાનેલીમાં નૂતનવર્ષના દિવસે જ તસ્કરોએ બોણી કરી છે.

બસસ્ટેન્ડ ચોક જેવા ભરચક વિસ્તારમાં જ બે દુકાન માં તસ્કરોએ હાથ ફેરો કર્યો છે.  છ થી આઠ મહિનામાં સતત ચોરીનો પાંચમો બનાવ બન્યો છે. દર દોઢ બે મહિને ચોર ત્રાટકે છે. એકપણ ચોરીના બનાવમાં કોઈ તપાસ સામે નથી આવી.

દર વખતે સીસીટીવી ફૂટેજ અને ફિંગર લેવાય છે. તહેવાર સમયે હોમગાર્ડ ની ગેર હાજરી પણ તસ્કરોને મોટી છૂટ આપે છે દર ચોરી બાદ થોડાક દિવસ હોમગાર્ડ મૂકી પછી હટાવી લેવામાં આવે છે.

પાનેલીના બસસ્ટેન્ડ ચોક વિસ્તારમાં તાલુકા શાળા રોડ ઉપર આવેલ ઠાકરદાસ ટહેલરામ નામની અનાજ કિરાણા ની બે માળની દુકાનમાં ઉપરના માળની બારીની મજબૂત લોખન્ડની જાળી તોડીને અંદર ઘુસી મોંઘો સામાન સાથે રોકડ રકમ ની ચોરી કરી નાસી ગયેલ છે કુલ રૂપિયા પચીસ હજાર જેવો મુદામાલની તસ્કરી કરેલ છે. સાથેજ કિરાણા ની દુકાનની સામે આવેલ પાનબીડીની કેબીન જલારામ પાન માંથી કેબીન નું તાળું તોડીને બીડી તમાકુ સિગરેટ મસાલા સાથે રોકડ રકમ થઈને કુલ પાંત્રીસો રૂપિયા જેવો મુદામાલની ચોરી થયેલ છે.

બનાવના સીસીટીવી ફૂટેજ ચેક કરતા ચોર એકજ વ્યકિત હોવાનું જણાય છે અને રાત્રીના પોણાચાર વાગ્યાના સુમારે ત્રાટકયો હોવાનું માલુમ પડે છે.

ઠાકરદાસ ટેલરામની દુકાનમાં છ મહિનામાં આ બીજીવાર ચોરી થયેલ છે પ્રથમ બનાવ બાદ દુકાનદારે દુકાનમાંથી નળીયા કાઢીને સ્લેબ ભરી મજબૂત બાંધકામ કરી વજનદાર બારી બારણાં ફિટ કરાવ્યા હોવા છતાં ચોર ચોરી કરવામાં કામિયાબ બનતા વેપારીઓમાં ભારે ફફળાટ વ્યાપી ગયેલ છે બેસતાવર્ષના દિવસેજ બનાવ બનતા દુકાનદારોનું વર્ષ બગડ્યું હોવાનું સ્પષ્ટ ચહેરા ઉપર દેખાતું હતું વેપારી પરિવાર ભારે માયુસ જણાતો હતો

પાનેલી જેવા તેરહજારની વસ્તી ધરાવતા ગામમાં વારંવાર બનતા ચોરીના બનાવથી વેપારી સમાજમાં ભારે નારાજગી સાથે ભય ફેલાયેલો છે. સાથેજ આવડા મોટા ગામમાં પોલિસની કાયમી નિયુકિત માટેની પણ માંગ ઉઠી છે.

(9:23 am IST)