Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

ગોંડલની સબ જેલમાં દિવાળીના તહેવારમાં ભાવનાત્મક અભિગમ સાથે દિવડા પ્રગટાવ્યા

ગોંડલઃ સબજેલનાં નવનિયુકત જેલર એલ.એમ.ગમારાનાં વડપણ હેઠળ ૭૫ થી વધુ કેદીઓ તથાં જેલ કર્મચારીઓ દ્વારા જેલ ની 'ચર્ચાસ્પદ' ઘટનાંઓ ભુલાવી દિપાવલીનાં તહેવારોને વધાવી સબજેલમાં દિવડાં પ્રગટાવી દિવાળીની ઉલ્લાસભેર ઉજવણી કરી હતી.આ નિમિત્ત્।ે ભોજન સમારોહનું આયોજન પણ કરાયું હતું.ઘરથી દુર જેલમાં કેદીઓ પણ તહેવારો નો ઉલ્લાસ માણી શકે તેવાં ભાવનાત્મક અભિગમ સાથે જેલર ગમારા દ્વારા આયોજન કરાયું હતું. (અહેવાલઃ જીતેન્દ્ર આચાર્ય તસ્વીરઃ ભાવેશ ભોજાણી -ગોંડલ)

(9:23 am IST)