Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

ધ્રોલના જીવાપર ખાખરાના રાજુભાઇ મોહનીયાનું બાઇક સ્લીપ થતાં મોત

રાજકોટ તા. ૧૯: બેસતા વર્ષના દિવસે સાંજે ધ્રોલ નજીક ખાખરાના પુલ પાસે બાઇક સ્લીપ થઇ જતાં આધેડનું મોત નિપજ્યું હતું.

ધ્રોલના જીવાપર ખાખરા ગામે રહેતી મજૂરી કરતાં રાજુભાઇ નબળાભાઇ મોહનીયા (ઉ.વ.૪૫) ૧૬મીએ સાંજે સાડા ચારેક વાગ્યે બાઇક હંકારીને જતાં હતાં ત્યારે ખાખરા ગામના પુલ પાસે બાઇક સ્લીપ થઇ જતાંગંભીર ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે કાર્યવાહી કરી ધ્રોલ પોલીસને જાણ કરી હતી.

(10:38 am IST)