Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

મોરબી બંધુનગર પાસે કાર પલ્ટી જતાં મુળ એમપીના યુવાનનું મોતઃ બે ઘવાયા

લખધીરપુરના રાજેશ (ઉ.૨૭)એ રાજકોટમાં દમ તોડ્યોઃ રફાળીયા માસીની ઘરે જતો'તો

રાજકોટ તા. ૧૯: મોરબીના બંધુનગર પાસે બેસતા વર્ષના દિવસે કાર પલ્ટી ખાઇ જતાં મોરબીના લખધીરપુરમાં રહેતાં મુળ એમ.પી.ના યુવાન રાજેશ ખીમસીંગ ખાપેડ (ઉ.વ.૨૭)નું ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું.

રાજેશ લખધીરપુર રહી ટાઇલ્સની ફેકટરીમાં નોકરી કરતો હતો. બેસતા વર્ષના દિવસે ફુવા પહેલવાનસિંગ સમયસિંગ ગુર્જર (ઉ.વ.૨૫) તથા પિત્રાઇ શિવશંકર ખાપેડ સહિત ચાર જણા વાંકાનેરથી રફાળીયા રાજેશના માસીના ઘરે જઇ રહ્યા હતાં ત્યારે રસ્તામાં કાર પલ્ટી ખાઇ જતાં તમામને થોડી ઘણી ઇજા થઇ હતી. રાજેશને ગંભીર ઇજા પહોંચતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. તેને સંતાનમાં નવ માસનો પુત્ર છે. બનાવથી પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો. મોરબી તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(10:39 am IST)