Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

પોરબંદરના બગવદરમાં ૬૦ હજારની લાંચ લેતા કોન્સ્ટેબલને પકડી પાડતી અમદાવાદ એસીબી

એસીબીના ટોલ ફ્રી નંબર ૧૦૬૪નો સફળ ટ્રેપ કેસ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર,તા. ૧૯: તાલુકાના બગવદર પોલીસ સ્ટેશનમાં ૬૦ હજારની લાંચ લેતા કોન્સ્ટેબલ રવિન્દ્ર છગનભાઇ ચૌહાણને અમદાવાદ એસીબીએ છટકુ ગોઠવીને પકડી પાડેલ છે.બગવદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ રવિન્દ્ર છગનભાઇ ચૌહાણને ૬૦ હજારની લાંચ સ્વીકારતા અમદાવાદ એસીબીએ છટકુ ગોઠવીને રંગ પકડી પાડેલ છે. આ કોન્સ્ટેબલે ફરિયાદીના ભાણેજ વિરૂધ્ધ બગવદર પોલીસ સ્ટેશન દાખલ થયેલ ગુન્હામાં અટક કર્યા બાદ આરોપી ભાણેજને માર નહીં મારવા તેમજ જામીન ઉપર છોડવા ૬૦ હજાર માંગણી કરી હતી. ફરિયાદી જાગૃત નાગરીક તરીકે આ બાબતની જાણ એસીબીના ટોલ ફ્રી નંબર ૧૦૬૪ ઉપર કરી હતી.ત્યારબાદ અમદાવાદ એસીબીએ બગવદર પોલીસ સ્ટેશનમાં છટકુ ગોઠવીને લાંચ માગનાર રવિન્દ્ર છગનભાઇ ચૌહાણને પકડી પાડેલ અને તેની સામે ગુન્હો નોંધ્યો છે.લાંચનું છટકુ ગોઠવવામાં અમદાવાદ એસીબીના અધિકારી પોલીસ ઇન્સ્પેકટર કે.પી.તરેટીયા તથા એસીબી અમદાવાદના મદદનીશ નિયામક ઇન્ચાર્જ કે.કે. ડીડોડ જોડાયા હતા.

(11:40 am IST)