Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

જસદણમાં જુગાર રમતા ૪ ઝડપાયા

રાજકોટ તા.૧૯: જસદણમાં જાહેર જુગાર રમતા ૪ પતાપ્રેમીઓ પોલીસની ઝપટે ચડી ગયા હતા.

મળતી વિગતો મુજબ જસદણમાં નવહથ્થાપીરની દરગાહ પાસે બાવળની ઝાડમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા પો.કો. જીતેન્દ્રભાઇ ગોહેલ સહિતના સ્ટાફે રેઇડ કરી જુગાર રમતા જોરૂઉર્ફે નીરૂ મેરામભાઇ ખાચર, રાજુ  બાલવાભાઇ સાકરીયા, રાણા ભલાભાઇ ગાબુ તથા મહેશ ગીધાભાઇ વકાતરને રોકડા રૂા ૧૦૧૮૦ અનેગંજીપતા સાથે પકડી પાકડી ધોરણસરની કાર્યવાહી   કરી હતી.

(11:43 am IST)