Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

કાલાવાડમાં ૧ર વર્ષ પહેલાં લૂંટ ચલાવનાર ઝડપાયો

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર, તા., ૧૭: આજથી બાર વર્ષ પહેલા કાલાવડ  ટાઉનના ચકચારી લુંટ પ્રકરણમાં આશરે અગીયાર જેટલા ધાડપાડુઓએ લાકડાના ધોકાઓ વડે ફરીયાદીને ઇજા પહોંચાડી સોનાની બંગડી, સોનાનો શેટ, સોનાની વીંટી તથા રોકડા રૂપીયા એમ મળી કુલ આશરે એક લાખ રૂપીયા લુંટી લઇ ધાડ પાડી ફરાર થઇ ગયેલ હોય જે પૈકીના છેલ્લા બાર વર્ષથી પોલીસને થાપ આપી નાસતા-ફરતા મુળ મધ્યપ્રદેશના આરોપીને ઇશ્વરીયા ગામ પાસેથી જામનગર પેરોલ-ફર્લો સ્કવોડે પકડી પાડેલ છે.

જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી દીપન ભદ્રનની સુચના તેમજ એલસીબી પો.ઇન્સ. કે.જી.ચૌધરીના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્કવોડના પો.સ.ઇ. એ.એસ.ગરચર તથા  સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.હેડકોન્સ. કાસમભાઇ બ્લોચ ધર્મેન્દ્રસિંહ જાડેજા નાઓને હકીકત મળેલ કે કાલાવડ ટાઉન પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં. ૭૪-ર૦૦૮  ઇપીકો કલમ ૩૯પ, ૩ર૩ તથા જી.પી.એકટ ૧૩પ (૧) વિગેરે મુજબના ગુનામાં નાસતા-ફરતા આરોપી વિનોદ નાનસીંગ ઉર્ફે નેનસીંગ મચ્છાર રહે. રત્ના ફળીયા નાગનખેડી તા.રાણપુર જી.જાબુઆ મધ્યપ્રદેશ વાળો હાલ ઇશ્વરીયાગામ પાસે હાજર હોય જેથી ટેકનીકલ એનાલીસીસના આધારે ઉપરોકત ટીમ સાથે સદરહું આરોપીને પકડી પાડી કાર્યવાહી કરી કાલાવડ ટાઉન પો.સ્ટે. સોંપી આપેલ છે.

આ કામગીરીમાં એએસઆઇ હંસરાજભાઇ પટેલ પો.હેડ. કોન્સ. ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઇ નોયડા, મેહુલભાઇ ગઢવી તથા રણજીતસિંહ પરમાર, સુરેન્દ્રસિંહ ચૌહાણ તથા પો.કો. ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ તથા નિર્મળસિંહ એસ.જાડેજા (એલસીબી)નાઓએ કરેલ છે.

(11:43 am IST)