Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

જુનાગઢનાં ઉપલા દાતારની જગ્યામાં દિપાવલી તહેવારમાં ભાવીકોની ભીડ

જુનાગઢઃ ઉપલા દાતારની ધાર્મિક જગ્યામાં દીપાવલી અને ભાઇબીજના પવિત્ર તહેવારમાં ભાવીકોની ભારે ભીડ જોવા મળી હતી. કોમી એકતાના પ્રતીક સમી ઉપલા દાતારની જગ્યામાં ભાવીકોનો અવિરત પ્રવાહ સવારથી સાંજ સુધી દાતાર બાપુના દર્શને પધારેલા ભાવીકોએ દાતારબાપુના દર્શન કરી ધન્ય બન્યા હતા. જગ્યાના મહંતશ્રી ભીમબાપુ દ્વારા પધારેલા ભાવીકોને અવિરત મહાપ્રસાદ (ભોજન) પીરસવામાં આવ્યુ હતું અને દાતાર બાપુની ગુફામાં દર્શન માટે લાંબી લાંબી લાઇનો લાગી હતી. (અહેવાલઃ વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(11:45 am IST)