Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

જામનગરના ખંભાળીયા રોડ ઉપર અકસ્માતમાં ૨ મહિલાના મોત

ખટીયાના પાટીયા પાસે કાર પુલ નીચે ખાબકતા દુર્ઘટના સર્જાઇ : ૩ને ઇજા

તસ્વીરમાં દુર્ઘટનાગ્રસ્ત કાર અને પુલ નજરે પડે છે. (તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧૯ : જામનગર-ખંભાળીયા હાઇ-વે ઉપર કાર પુલ નીચે ખાબકતા ર મહિલાના મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ જામનગર- ખંભાળીયા હાઇ-વે ઉપરે ખટીયા ગામના પાટીયા પાસેથી પસાર થઇ રહેલી કાર અચાનક પુલ નીચે ખાબકી હતી. જેમાં ઘટના સ્થળે ર મહિલાના મોત નિપજયા હતાં.

જયારે નારણભાઇ પરબતભાઇ કરંગીયા (ઉ.વ.૪૦) અને સુમીત નારણભાઇ કરંગીયા સહિત ૩ને ઇજા થતાં જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવારમાં ખસેડેલ છે.

ઇજાગ્રસ્તોને અને મૃતકોને રેસ્કયુ કરીને ૧૦૮ એમ્બ્યુલન્સ ટીમે કારમાંથી બહાર કાઢયા હતાં. આ બનાવથી અરેરાટી વ્યાપી ગઇ છે.

(11:46 am IST)